શહેરના ભુપેન્દ્ર રોડ પર રાજેશ્રી સિનેમા, સાંગણવા ચોક પાસે ગતરાત્રે બે જુથ વચ્ચે માથાકુટ થતાં સોડા બોટલના છુટા ઘા સાથે ટુ વ્હીલરમાં તોડફોડ થઈ હતી. ભાગવા જતા એક ઈસમ ઘાયલ થયો હતો. બનાવના પગલે રાત્રીના એ–ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જયાં હાજર ઈસમોએ ૧૫ થી ૨૦ શખસો સોડા બોટલના ગાલા સાથે ધસી આવ્યા હતા અને અચાનક છૂટા ઘા કરી માથાકુટ કરી હોવાના આક્ષેપો કર્યા હતા. જો કે, હજુ સુધી આવી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
બનાવ સંદર્ભે પોલીસના સુત્રોમાંથી જાણવા મળેલી પ્રાથમીક વિગતો મુજબ સાંગણવા ચોક નજીક કોટક શેરી નં.૪માં રહેતો રવિ ગમારા નામનો યુવાન ત્યાં નજીકમાં સરજુ મીરર નામે પાણીનો આર.ઓ. પ્લાન્ટ ધરાવે છે. સાંગણવા ચોકમાં આવેલી લાડકી લેડીઝવેર નામની દુકાને પાણીના કેરબા મુકવા જતો હોય છે. ગઈકાલે રાબેતા મુજબ પાણીના જગ મુકવા ગયો હતો. ત્યાં તેણે દિવાળીનો સમય હોવાથી બાકી ૮૦૦ રૂપિયાની રકમ આપવા દુકાનદારને કહ્યું હતું. દુકાનમાં એ સમયે સલમાન, સહેજાદ, ભુરો, રઈશ નામના શખસો બેઠા હતા. સલમાને અત્યારે પૈસા નથી તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં સલમાને ધોકો કાઢીને મારવા દોડવા જતા એ સમયે રવિ ત્યાંથી ભાગી ગયો હતો.
રાત્રીના સમયે રવિ તેનો ભાઈ સુનીલ મશરૂ ગમારા, જયેશ, હીરો સહિતના યુવાનો બેઠા હતા. ત્યારે અચાનક રાત્રીના બે વાહન પર ચાર ઈસમો ધસી આવ્યા હતા અને માથાકુટ કરી હતી. સોડા બોટલના છુટા ઘા થયા હતા. ચારેય ઈસમોનો પ્રતિકાર કરતા તેઓ બાઈક લઈને ભાગ્યા હતા જેમાં ૧૭ વર્ષનો રૂદ્ર નામનો સગીર ભાગવા જતાં બાઈક પરથી પટકાયો હતો અને ઈજા થઈ હતી. એક બાઈક પણ ત્યાં મુકીને ભાગ્યા હતા. જે ટુ વ્હીલરમાં તોડફોડ થઈ હતી. માથાકુટના પગલે રાત્રીના એ–ડીવીઝન પોલીસ અન્ય ત્રણ મોબાઈલ વાન પણ પહોંચી હતી. તે સમયે ત્યાં હાજર સુનીલ સહિતના લોકોની પોલીસે પુછપરછ કરી હતી. જયારે ભાગવા જતા ઘાયલ થયેલા અને સ્થાનીકોના હાથમાં આવી ગયેલા રૂદ્રની પુછપરછ કરતા તેનીે સાથે રહેલા શખસો સલમાન, સહેજાદ અને ભુરો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્ત રૂદ્રને સારવારમાં ખસેડી તેના પિતાને સોંપવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનામાં હાલના તબકકે પાણીનો જગ મુકવા અને તેના નાણાની ઉઘરાણી બાબતે ડખ્ખો થયાનું બહાર આવ્યું છે. કોટક શેરીના યુવાનો દ્રારા રાત્રીના તેઓ બધા બેઠા હતા ત્યારે ૧૫ થી ૨૦ લોકોનું ટોળું સોડા બોટલના ગાલા સાથે આવ્યું હતું અને ૨૦૦થી વધુ બોટલના છુટા ઘા કરી આતકં મચાવ્યાનું કથન કયુ હતું. જો કે, પોલીસે હાલના તબકકે તો ટોળું નહીં પરંતુ ચાર શખસો જ આવ્યા હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યાનું જણાવ્યું છે. આમ છતાં સીસીટીવી ફટેજ ચેક કરી બન્ને જુથમાં કોણ કેટલા હતા અને શું હથીયારો અને વાહનો હતા ? તે બાબતે તપાસ કરીને પગલા લેવામાં આવશે. ગઈકાલની ઘટનાથી દિવાળીના ખરીદીના માહોલ વચ્ચે વેપારીઓમાં અજંપા જેવી સ્થિતિ બની છે. પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech