શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે ઘર પાસે પાણીની નળી પર એક શખસે કાર ચલાવી દેતા આ બાબતે પરિણીતાએ ઠપકો આપ્યો હતો. જેથી કારચાલકે ઉશ્કેરાઈ મહિલાને પાઇપ વડે માર માર્યો હતો અને ધમકી આપી હતી કે આજે તો તું બચી ગઈ હવે જાનથી મારી નાખીશ.આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે આસ્થા સોસાયટી બ્લોક નંબર 60 માં રહેતા પુરીબા પ્રતિપાલસિંહ સોલંકી(ઉ.વ 39) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ઘંટેશ્વરમાં રહેતા જયપાલસિંહ પ્રહલાદસિંહ જાડેજાનું નામ આપ્યું છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના સમયે તે ઘરે હતી ત્યારે પાડોશીના ઘરેથી પાણી લેવા માટે નળી ફીટ કરી હતી.
દરમિયાન 12:30 વાગ્યા આસપાસ પાડોશમાં રહેતા નીતાબાના સંબંધી જયપાલસિંહ જાડેજા અહીં કાર લઈને આવ્યો હતો અને તેણે કાર નળી ઉપર ચલાવતા મહિલાએ જયપાલને કહ્યું હતું કે, તમને દેખાતું નથી આ પાણીની નળી ઉપર તમે ગાડી ચલાવો છો જેથી જયપાલે કારમાંથી નીચે ઉતરી ગયું હતું કે, રોડ ક્યાં કોઈના બાપ્નો છે? તેમ કહી ઉશ્કેરાઈ ગાળો આપી હતી ગાળો દેવાની ના કહેતા ઘરમાં રહેલ સાફ-સફાઈ કરવાના લોખંડના પાઇપવાળા પોતા વડે મહિલાને માર માર્યો હતો. દરમિયાન મહિલાએ દેકારો કરતા અહીં લોકો એકત્ર થતાં જયપાલ નીતાબાના ઘરે જતો રહ્યો હતો તે પૂર્વે તેણે ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગઈ છો હવે તને જીવતી નહીં રહેવા દઉં. આ હુમલામાં મહિલાને ઈજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech