આ મોંઘવારીના સમયમાં સેવિંગ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. સેલેરીનો લગભગ બધો જ પૈસો આમતેમ ખર્ચાઈ જાય છે. જો તમે પણ આવી જ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો. આ સાથે જ સેવિંગ કરવામાં તકલીફ થઈ રહી છે. તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.
રોકાણ સ્કીમ અને મ્યુચ્યુઅલ ફંડ વિશે આપણે મોટાભાગે વાંચીએ છીએ. પરંતુ જો તેમાં રોકાણ કરવા માટે પૈસા જ ન બચે તો આ બધાનો કોઈ ફાયદો નથી. મહિનાનો અંત આવતા પહેલા જ બધી સેલેરી ઊડી જાય છે. સેલેરીના બધા પૈસા આમતેમ ખર્ચમાં જતા રહે છે.
સેવિંગ કરવું એટલું મુશ્કેલ પણ નથી જેટલું આપણે સમજીએ છીએ. તેના માટે બસ તમારે તમારા ખર્ચ અને સેલેરીનું એક પ્લાનિંગ કરવું પડશે. સેલેરીને એવી રીતે વહેંચવી પડશે કે સેવિંગની સાથે સાથે જરૂરિયાતો પણ પૂરી થઈ શકે. જો કે સેવિંગને લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે આજે આપણે મુખ્ય 50-30-20 નિયમ વિશે વિગતવાર જાણીશું.
50-30-20 નિયમથી કેવી રીતે કરશો સેવિંગ?
50-30-20ના નિયમ અનુસાર તમારે તમારી સેલેરી 50-30-20ના રેશિયોમાં વહેંચવી પડશે. આ નિયમ કહે છે કે સેલેરીનો 50 ટકા હિસ્સો બધા ખર્ચ માટે કાઢી લો. જ્યારે 30 ટકા પૈસા તમે તમારા શોખ માટે ઉપયોગ કરી શકો છો. જેમ કે મૂવી જોવી, ક્યાંક ફરવું વગેરે. આ સાથે જ સેલેરીનો 20 ટકા હિસ્સો સેવિંગ માટે ઉપયોગ કરો. તમે ઇચ્છો તો 30 ટકા પૈસા સેવિંગ અને 20 ટકા પૈસા તમારા શોખ માટે ખર્ચ કરી શકો છો.
આ સેવિંગના અડધા પૈસા તમે સુરક્ષિત પ્લેટફોર્મ અને બાકીના બચેલા પૈસા અસુરક્ષિત પ્લેટફોર્મ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ પર રોકાણ કરી શકો છો.
ઉદાહરણથી સમજો
જો કોઈ વ્યક્તિની સેલેરી 30 હજાર રૂપિયા છે, તો તે પોતાના 50 ટકા પૈસા એટલે કે 15 હજાર રૂપિયા પોતાના ખર્ચ પર લગાવી શકે છે. આ ઉપરાંત 30 ટકા પૈસા એટલે કે 9000 રૂપિયા પોતાના શોખ પર ખર્ચ કરે અથવા પોતાની કોઈ મનપસંદ વસ્તુ ખરીદી લે.
આ સાથે જ 20 ટકા પૈસા એટલે કે 6000 રૂપિયા સેવ કરી શકે છે. જેમાંથી 3000 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ અને બાકીના 3000 રૂપિયા એફડીમાં રોકાણ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech