ભૂતપૂર્વ ગૂગલ સીઈઓ એરિક શ્મિટ ’પરફેક્ટ’ એઆઈ ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડના દાવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે એઆઇ ચેટબોટ સાથીઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા યુવાનો પહેલા કરતાં વધુ એકલા પડી શકે છે. તેના પરિણામો ખતરનાક હશે. અહેવાલ મુજબ ઉદ્યોગસાહસિક અને સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસના પ્રોફેસર સ્કોટ ગેલોવેના પોડકાસ્ટમાં 68 વર્ષીય એરિક શ્મિટે કહ્યું કે કલ્પ્ના કરો કે એઆઈ ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ પરફેક્ટ છે. દેખાવમાં અને ભાવનાત્મક રીતે. તેઓ મન પર એટલી હદે કબજો જમાવી લે છે કે તમે તેમના સિવાય બીજા કોઈ વિશે વિચારવાનું બંધ કરી દો છો. આ વર્ચ્યુઅલ જોડાણ કુટુંબ અને બાકીની દુનિયાથી દૂર કરે છે. તમે એકલતા અને હતાશ અનુભવવાનું શરૂ કરો છો. આ પ્રકારનો જુસ્સો ખાસ કરીને એવા યુવાનોમાં ઉત્પન્ન થાય છે જેઓ સંપૂર્ણ વિકસિત નથી. એરિક શ્મિટે યુવાનોને ચેતવણી આપી હતી કે એવું ન થવું જોઈએ કે એઆઈ ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ તમારી વિચારસરણી નક્કી કરવાનું શરુ કરી દે.
પોડકાસ્ટમાં પ્રોફેસર ગેલોવેએ પૂછ્યું શું તેમને લાગે છે કે એઆઇ ગર્લફ્રેન્ડ એકલતાને વધુ ખરાબ કરી શકે છે અને દુરૂપયોગ જેવી મોટી સામાજિક સમસ્યાઓ તરફ દોરી શકે છે? ગૂગલના ભૂતપૂર્વ સીઈઓએ કહ્યું કે એકલતા એ સૌથી મોટી સમસ્યા છે. ચિંતાની વાત એ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી 12 કે 13 વર્ષનો બાળક દુનિયાની દરેક ખરાબી અને સારી બાબતો સુધી પહોંચે છે.
એરિક શ્મિટે યાદ અપાવ્યું કે એઆઇ ગર્લફ્રેન્ડ પ્રત્યેના વળગાડને કારણે યુએસએના ફ્લોરિડામાં 14 વર્ષના છોકરાએ આ વર્ષની શરૂઆતમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. તેમણે કહ્યું કે ચોક્કસ બિંદુથી આગળ, માતાપિતા તેમના કિશોર બાળકોને બતાવવામાં આવતી ઑનલાઇન સામગ્રીને નિયંત્રિત કરી શકતા નથી. બાળકો અને યુવાનોમાં સામાજિક જાગૃતિ કેળવવાની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech