આજના ડિજિટલ યુગમાં, દરેક વ્યક્તિ ટેક્નોલોજી અને ગેજેટ્સ વચ્ચે વધુને વધુ સમય વિતાવે છે. બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિ કોઈને કોઈ ડિજિટલ ઉપકરણ સાથે જોવા મળે છે ખાસ કરીને બાળકો આજકાલ મોબાઈલ ફોન અને ગેમ્સના વ્યસની બની ગયા છે. જે માતા-પિતા પોતાના કામમાં વ્યસ્ત હોય છે તેઓ મોટાભાગે બાળકોને મનોરંજન માટે મોબાઈલ ફોન કે ગેમ આપે છે, જેની બાળકો પર નકારાત્મક અસર પડે છે.
આ દિવસોમાં ઘણા બાળકો ગેમિંગની લતનો શિકાર બની રહ્યા છે. ગેમિંગનું વ્યસન ખૂબ જ ગંભીર સમસ્યા છે. ગેમિંગનું વ્યસન ખાસ કરીને બાળકોના વિકાસશીલ મગજ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. માદક દ્રવ્યોની જેમ બાળકોના મગજ સાથે શરીર પર અસર કરે છે.
ગેમના વ્યસનની બાળકો પર અસર
જ્યારે બાળકોને ગેમ બંધ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે વાસ્તવિક દુનિયા તેમને ખૂબ જ સામાન્ય અને કંટાળાજનક લાગે છે અને તેમની રમત જેટલું રસપ્રદ કંઈ જ લાગતું નથી, જેના કારણે તેઓ ચીડિયુ વર્તન કરવાનું શરૂ કરે છે. પછી જ્યારે તેઓ ફરીથી રમત રમવા લાગે છે. તેથી તેનું ચીડીયાપણું દૂર થાય છે.બાળકો જેટલી વધુ રમત રમે છે, આ વ્યસનમાંથી મુક્તિ મેળવવી તેટલી મુશ્કેલ બની જાય છે.
બાળકોને ગેમના વ્યસનથી બચવાના ઉપાયો
• ગેમ રમવા દેવને બદલે બાળકોને વાસ્તવિક જીવન જીવતા શીખવો. તેમને વાસ્તવિક જીવનના પડકારોનો સામનો કરતાં શીખવો. આનાથી તેમના વ્યક્તિત્વમાં પણ સુધારો થશે, તેઓ વાસ્તવિક જીવનના પડકારોને સમજશે અને તેનો સામનો કરશે.
• બાળક જે પણ એપ પર ગેમ રમે છે, તેને OTP અથવા પાસવર્ડ વડે કંટ્રોલ કરો, જેને બાળક સરળતાથી ખોલી ન શકે.
• બાળકો ગેમ રમે તેની સમય મર્યાદા નક્કી કરો અને આ સામે મર્યાદામાં કોઈપણ પ્રકારના ફેરફાર ન કરવાનો કડક નિયમ બનાવો.
• હિંસક અને આક્રમક રમતોને ક્યારેય રમવાની મંજૂરી આપશો નહીં.
• બાળકને આઉટડોર ગેમ્સ, અને કસરત માટે પ્રેરિત કરો, જેનાથી તે સ્વસ્થ અને મજબૂત બનશે અને બાળકોને વ્યસ્ત રાખો તેથી ગેમ રમવાનો સમય જ ન મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech