ટૂંક સમયમાં આઈપીએસ તરીકે આપશે રાજીનામું
ગુજરાત જાહેર સેવા આયોગ ના નવા અધ્યક્ષ તરીકે વરિ આઈપીએસ અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેના આદેશો જાહેર કર્યા છે. આજે તેમણે તેમનો પદ ભાર સંભાળી લેશે, હવે જીપીએસસીના ચેરમેન તરીકે વરણી થતા હસમુખ પટેલે આઈપીએસ અધિકારી તરીકેની જવાબદારીમાંથી મુકત થવું પડશે અને તેઓ ટૂંક સમયમાં રાજીનામું આપશે.
આઈપીએસ કેડરના વરિ અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં જીપીએસસી ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમની નિમણૂંક સાથે જીપીએસસીને નવુ નેતૃત્વ મળયુ, જે રાયની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ મુજબ, હશમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂંકથી રાયની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.
બનાસકાંઠા જિલ્લ ાના ઈકબાલગઢના વતની અને વરિ આઈપીએસ અધિકારી હસમુખ પટેલને ઓગસ્ટ ૨૦૨૩માં ગુજરાત સરકાર દ્રારા નવરચિત પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ બોર્ડે પીએસઆઈ અને એલઆરડીની મહત્વપૂર્ણ ભરતી પરીક્ષાઓનું સફળ આયોજન કયુ છે.
હસમુખ પટેલે તેમની કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. તેઓ પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ અને ભાવનગર રેલવેમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. આ ઉપરાંત સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
૨૦૧૮થી તેઓ ગુજરાત રાય પોલીસ હાઉસિંગ કોર્પેારેશનના મેનેજિંગ ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આંતરરાષ્ટ્ર્રીય કારકિર્દીમાં યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર સેવા આપવાનો પણ સમાવેશ થાય છે.
હસમુખ પટેલ આઈપીએસ કેડરના અધિકારી તરીકે ઓળખાય છે અને તેઓ આજે અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળશે. તેમની નિમણૂકથી જીપીએસસી ને નવા નેતૃત્વનો સાક્ષી મળશે, જે રાયની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.વિશેષ નોંધનીય છે કે, હાલ હસમુખ પટેલ લોકરક્ષક ભરતી બોર્ડના ચેયરમેન પણ છે, જે સમગ્ર રાજયમાં લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં માર્ગદર્શન આપે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech