રાષ્ટ્ર્રીય ગિરનાર સ્પર્ધામાં ગુજરાતના દબદબા વચ્ચે હરિયાણા, યુ.પી.ના હરીફો પ્રથમ સ્થાને

  • February 05, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં ગુલાબી ઠંડીમાં જોમ અને જુસ્સા સાથે રાયના સૌથી ઐંચા પર્વત ગિરનાર ને સર કરવા ૧૬મી ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં ૯ રાયોના ૪૯૪ સ્પર્ધકોએ દોટ મૂકી હતી.સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં સૌથી વધુ ગુજરાત ના ૨૦ સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો.ઉત્તર પ્રદેશ ના૧૦, હરિયાણા ૯અને દીવના ૧ સ્પર્ધકો વિજેતા થયા હતા.સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે  ૩૩.૫૯ મિનિટના  સમય સાથે ઉત્તર પ્રદેશની  સતત બીજીવાર તામસી સિંઘે મેદાન માયુ હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે  હરિયાણાના રાહત્પલભાઈએ  ૫૮.૨૬ મિનિટના, જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૬.૨૫ મિનિટના સમય સાથે જૂનાગઢની માંગરોળ પંથકની જશુ ગરેજા, જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે૧ કલાક  ર મીનીટ ૩૦ સેકન્ડ ના સમય સાથે હરિયાણાના વિકાસભાઈ એ પ્રથમ ક્રમ હાસિલ કર્યેા હતો.


ગઈકાલે ગુલાબી ઠંડીમાં વહેલી સવારે યોજાયેલી સ્પર્ધાને મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટરઅનિલકુમાર રાણાવસિયા, નાયબ વન સંરક્ષક  અક્ષય જોશી, જિલ્લ ા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લ ા શિક્ષણ અધિકારી જલ્પાબેન કયાડા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રકટર  ઉપેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લ ા વ્યાયામ શિક્ષક સંઘના (ગ્રામ્ય) પ્રમુખ ડો. હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન અને એથ્લિટ  રેવતુભા જાડેજા તથા હીરાલમીબેન વાસાણીસહિતના મહાનુભાવોએ લેગ ઓફ કરી શુભારભં કરાવ્યો હતો. ભાઈઓ માટે ૫,૫૦૦ પગથીયા અને બહેનો માટે ૨,૨૦૦ પગથિયા સુધી ની સ્પર્ધામાં સ્પર્ધકોએ પંખીની જેમ દોડી અને ઉતરી સ્પર્ધા પૂર્ણ કરી હતી.


સીનીયર બહેનોમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશની તામસી સિંધ બીજા ક્રમે  હરિયાણાના અનીતા રાજપુત ૩૬.૩૬  મીનીટ સાથે,ત્રીજા ક્રમે  ગુજરાતની જાડા રીંકલ  વિનોદભાઈ ૩૭.૪૩ મીનીટમાં, ચોથા ક્રમે ગુજરાતની કઠેસીયા નીતિબેન પાંચમા ક્રમે જૂનાગઢના ભારતી આશ્રમની ભૂમિકા નકુમ સીનીયર ભાઈઓમાં આ વખતે જૂનાગઢના લાલા પરમાર અને હરિયાણાના રાહત્પલ વચ્ચે તીવ્ર સ્પર્ધા થઇ હતી જેમાં હરિયાણાના રાહત્પલે ૩૩ સેકન્ડ ના અંતરે જૂનાગઢના લાલા પરમારને માત આપી પ્રથમ ક્રમ મેળવ્યો હતો બીજા ક્રમે વર્ષેાથી પ્રથમ ક્રમાંક આવતા  જૂનાગઢ ના  લાલા પરમાર ૫૮.૫૯ મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના વાધેલા શૈલેષ  મનસુખભાઈ એ ૧.૦૦.૦૬ મીનીટના સમય સાથે, ચોથા ક્રમે હરિયાણાના રામનિવાસ અને પાંચમા ક્રમે ઉત્તર પ્રદેશના મહંમદ શાહિદ, જુનીયર બહેનોમાં આ વર્ષે ગત વર્ષની પ્રથમ સ્પર્ધક રંજના યાદવને રાષ્ટ્ર્રીય સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનાર જૂનાગઢના માંગરોળ ની દીવરાણા ગામની જશુબેન ગરેજા એ માત આપી  પ્રથમ ક્રમ મેળવ્યો હતો , બીજા ક્રમે   ઉત્તરપ્રદેશના રંજના યાદવ ૩૭.૦૭  મીનીટ સાથે , ત્રીજા ક્રમે ઉત્તરપ્રદેશના  બંદના યાદવ ૩૯.૩૩, ચોથા ક્રમે ગુજરાતની અસ્મિતા કઠેસીયા ,પાંચમા ક્રમે હરિયાણા ની કલ્પના, જુનીયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના વિકાસ, બીજા ક્રમે  ગુજરાતના ભાલીયા સંજય અરજનભાઈ ૧ કલાક ૩ મીનીટ અને ૭ સેકડં સાથે, ત્રીજા ક્રમે  હરિયાણાના ષીકેશ એ  ૧ કલાક ૩ મીનીટ અને ૨૪ સેકંડ, ચોથા ક્રમે ઉત્તર પ્રદેશના બબલુ સિસોદિયા અને પાંચમા ક્રમે ગુજરાતના સોલંકી દેવરાજ કુમાર એ વિજેતા થઈ  ગિરનાર સર કર્યેા હતો.


ખેડૂત સંતાનોને એથ્લેટિક, રમતગમત અને વધુ ઉચ્ચ અભ્યાસ કરવાની મહેચ્છા
રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં પ્રથમ આવેલ હરિયાણાના સ્પર્ધકને એથ્લેટિક, બહેનોમાં પ્રથમ આવેલ ઉત્તર પ્રદેશની સ્પર્ધકને રમતગમત ક્ષેત્રે અને  માંગરોળ પંથકની ધો.૧૦માં અભ્યાસ કરતી ખેડૂત પુત્રી એ વધુ અભ્યાસ અંગે મહત્વકાંક્ષા વ્યકત કરી હતી. ૧૬મી રાષ્ટ્ર્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં  આ વર્ષે પ્રથમ ક્રમે ખેડૂત સંતાનોનો દબદબો રહ્યો છે. સિનિયર ભાઈઓમાં આ વર્ષે  ખેડૂત પરિવારમાંથી આવતા હરિયાણાના હિસ્સાર ના રાહત્પલે પ્રથમ સ્થાન મેળવ્યું છે.ગત વર્ષે રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં બીજા ક્રમે આવ્યા બાદ આ વર્ષે સતત પ્રેકિટસ કરી પ્રથમ સ્થાન પ્રા કયુ હતું પિતાનું નિધન થયા બાદ મોટાભાઈ પરિવાર નું ગુજરાન ચલાવે છે. રાહત્પલે એથ્લેટિક ક્ષેત્રે આગળ વધવાની મહેચ્છા વ્યકત કરી હતી.સિનિયર બહેનોમાં  ઉત્તર પ્રદેશના મિરઝાપુરની ખેડૂત પુત્રી તામસી સિંધ સતત બીજા વર્ષે રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રા કયુ હતું તામસીએ  તેને મળેલી ઇનામી રકમ ઘર ગુજરાન ચલાવવા મદદપ બની રહેશે તેમ જણાવી રમત ગમત ક્ષેત્રે આગળ વધવા ઈચ્છા વ્યકત કરી હતી. જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે  જૂનાગઢ જિલ્લ ાની માંગરોળના દીવરાણા ની જશુબેન ગરેજા દીવરાણા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે તેના પિતા ખેતી કામ કરતા હોવાનું જણાવ્યું હતું. ગત મહિને યોજાયેલી રાય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થઈ હતી અને રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમવાર ભાગ લઈ પ્રથમ ક્રમાંક  કર્યો પ્રાપ્ત હતા.


હરિયાણાનો સ્પર્ધક ઝૂમ બરાબર ઝૂમ: ટીંગાટોળી કરી કાબૂમાં લેવાયો
જૂનાગઢમાં  યોજાયેલી રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં હરિયાણાનો સ્પર્ધક સ્પર્ધા પૂર્ણ થયા બાદ નશો કરી  હોશ ગુમાવતા તળેટીમાં ટીશર્ટ કાઢી ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં દોડતા યુવકને કાબુમાં લેવા તંત્રમાં દોડધામ વ્યાપી હતી.  સવારે સ્પર્ધા પૂર્ણ થયા બાદ હરિયાણાના હિસ્સારના એક  સ્પર્ધક તળેટી ખાતે મેડિકલ વિભાગના ટેન્ટ માં પ્રાથમિક સારવાર લીધા બાદ કાબુ ગુમાવી તળેટી વિસ્તારમાં ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં દોડવા મંડો હતો. સ્પર્ધકો અને પોલીસ કર્મીઓ દ્રારા રોકવામાં આવતા તેને પણ એલફેલ બોલી રસ્તા પર સુઈ જતા અન્ય સાથીદારો દ્રારા ટીંગાટોળી કરી તેને કાબુમાં લેવા પ્રયાસ કરાયા હતા. ભવનાથ પોલીસની ટીમ  દ્રારા યુવકને તત્કાલ   સારવાર મળે તે માટે મેડિકલ ટીમ સાથે રહી ૧૦૮ દ્રારા સિવિલ હોસ્પિટલે ખસેડવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. એક સમયે યુવક ને વધુ દોડવાથી મગજમાં અસર થઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જેથી તંત્રમાં પણ યુવકને કાબુમાં લેવા દોડધામ થઈ હતી પરંતુ તેની સાથે રહેલી સ્પર્ધકોની ટીમ દ્રારા યુવકની સારવાર કરવાને બદલે તળેટી વિસ્તારમાં ટીંગાટોળી કરી લઈ ગયા હતા.ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના  ફિઝિશિયન દ્રારા યુવકની તપાસ કરતા આલ્કોહોલ લીધો હોવાનો ખુલ્યું હતું. તબીબ દ્રારા યુવકને દવાનો ડોઝ આપી ત્વરિત સારવાર કરવામાં આવી હતી.સ્પર્ધામાં ઇનામ વિતરણ થાય તે પૂર્વ જ યુવક સાથે રહેલી ટીમ ભવનાથ તળેટીથી જતી રહી હતી.સમગ્ર મામલે તત્રં દ્રારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ સ્પર્ધકની સ્થિતિ નિહાળી અન્ય સ્પર્ધકો ના હોશ ઉડી ગયા હતા.


બે સ્પર્ધકો વિજેતા ન થતાં ધ્રુસકે ધ્રુસકે રડી
ગઈકાલે વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા જેમાંરાય કક્ષાની સ્પર્ધામાં ચોથા ક્રમાંક એ આવેલ ચોટીલાની માલકીયા મહેક અને બીજા ક્રમાંકે આવેલી સોનલ ઝાપડિયા વિજેતા ન થતા સ્થળ પર જ ધ્રુસકે ધ્રુસકે રડી હતી જો કે જૂનાગઢના લાલા પરમાર સહિતના સ્પર્ધકોએ તેને મોટીવેશન આપ્યું હતું.


૫ મેડિીકલ ટીમોએ ૪૧૦ સ્પર્ધકોને  આપી પ્રાથમિક સારવાર
સ્પર્ધામાં ખેલાડીઓને સારવાર મળી રહે તે માટે ભવનાથ તળેટી ખાતે એક ,જૈન દેરાસર, ગૌમુખી ગંગા, માળી પરબ અને અંબાજી મંદિર સહિત ગિરનાર પર્વત પર ચાર મેડિકલ ટીમ રાખવામાં આવી હતી. ગિરનાર પર્વત પર ૨૪ સ્પર્ધકોને નબળાઈ, ૨૧ ને સ્નાયુમાં દુખાવો, ૮ ને ઉલટી અને ૮ સ્પર્ધકો પડી જતા શરીરે ઇજા થતાં ડ્રેસિંગ કરાયું હતું.કુલ ૬૨ સ્પર્ધકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સૌથી વધુ દુખાવાની ફરિયાદ કરતા ૩૦૦ સ્પર્ધકોને ગુલાબી ગરમ પાટા, બાંધવામાં આવ્યા હતા.૮ સ્પર્ધકોને ઇજા થતા ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application