હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર આજે રાજીનામું આપી શકે છે. તેમના સ્થાને હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય તેઓ કુક્ષેત્રથી લોકસભાના સાંસદ પણ છે. તેમના સિવાય અન્ય પંજાબી નેતા સંજય ભાટિયાના નામની પણ ચર્ચા થઈ રહી છે. સૂત્રોને ટાંકીને માહિતી મળી રહી છે કે મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ નવા સીએમ હશે અને ત્યારપછી સમગ્ર કેબિનેટ નવી હશે. એટલું જ નહીં મનોહર લાલ ખટ્ટરને લોકસભા ચૂંટણીમાં કરનાલ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. મનોહર લાલ ખટ્ટરે આજે ભાજપ અને સરકારને ટેકો આપતા અપક્ષ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અહેવાલો અનુસાર, આ બેઠકમાં મનોહર લાલ ખટ્ટરના રાજીનામા અને પછી અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવવાની રણનીતિ પર વિચાર કરવામાં આવી શકે છે. છેલ્લા ૪ વર્ષથી ગઠબંધન સરકાર ચલાવી રહેલા ભાજપ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે હરિયાણામાં હાલમાં સંબંધો સારા નથી ચાલી રહ્યા. એટલું જ નહીં દુષ્યતં ચૌટાલાએ સમાંતર બેઠક પણ બોલાવી છે. તેમણે પોતાના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. પ્રા માહિતી અનુસાર આ બેઠક બાદ દુષ્યતં ચૌટાલા પણ મોટી જાહેરાત કરી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે દુષ્યંતની પાર્ટી જેજેપી ઇચ્છતી હતી કે ચૂંટણીમાં તેને ભિવાની મહેન્દ્રગઢ અને હિસાર સીટ આપવામાં આવે. ભાજપ સાથે આ અંગે કોઈ સમજૂતી થઈ નથી. નોંધનીય છે કે મનોહર લાલ ખટ્ટરનું રાજીનામું એવા સમયે થવા જઈ રહ્યું છે યારે ગઈકાલે જ પીએમ નરેન્દ્ર મોદીએ તેમના વખાણ કર્યા હતા. આ સિવાય તેણે તેની સાથેના દાયકાઓ જૂના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યેા. પીએમ મોદીએ કહ્યું કે અમે બંને કાર્પેટના યુગથી સાથે છીએ. અમે એક જ મોટરસાઇકલ પર મુસાફરી કરતા. પીએમ મોદીએ કહ્યું કે મનોહર લાલ ખટ્ટર બાઇક ચલાવતા હતા અને હત્પં પાછળ બેસતો હતો. ઘણી વખત અમે રોહતકથી ગુગ્રામ સુધીના મુશ્કેલ રસ્તાઓ પર બાઇક દ્રારા જતા હતા. હવે રસ્તા સારા બની ગયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech