IPLમાં જેના માટે દંડ ફટકાર્યો હતો એ જ વસ્તુ ફરી કરી હર્ષિત રાણાએ, હવે દુલીપ ટ્રોફીમાં પણ કર્યું આવું કામ, વિડિયો વાયરલ

  • September 06, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હર્ષિત રાણા દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા D તરફથી રમી રહ્યો છે. અહીં હર્ષિતે એ જ કામ કર્યું જેના કારણે તેને IPL 2024માં દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ફટકાર્યા બાદ પણ હર્ષિત અટક્યો નહી. દુલીપ ટ્રોફીમાં હર્ષિતે ઈન્ડિયા સીના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સામે એવી હરકત કરી કે  જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


હર્ષિતે IPLની જેમ દુલીપ ટ્રોફીમાં ફ્લાઈંગ કિસ આપી હતી. IPL 2024માં હર્ષિત રાણાએ મયંક અગ્રવાલને આઉટ કર્યા બાદ તેને ફ્લાઈંગ કિસ કરી હતી, જેના માટે હર્ષિતને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હવે હર્ષિતે રુતુરાજ ગાયકવાડને ફ્લાઈંગ કિસ આપી હતી.



​​​​વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હર્ષિત રાણા સ્લિપ કેચ દ્વારા ઈન્ડિયા સીના કેપ્ટન રુતુરાજ ગાયકવાડને આઉટ કરે છે. આઉટ થતાં જ હર્ષિત તેની સિગ્નેચર સ્ટાઈલમાં ફ્લાઈંગ કિસ આપે છે. IPLમાં દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં હર્ષિતે ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યું. હર્ષિત આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે.


બોલિંગમાં શાનદાર પ્રદર્શન


ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી વચ્ચે રમાઈ રહેલી મેચના પહેલા દિવસે હર્ષિતે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. હર્ષિતે 7 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 2 વિકેટ લીધી હતી. સૌથી રસપ્રદ વાત એ હતી કે હર્ષિતે 7માંથી 5 મેડન ઓવર ફેંકી હતી. તેણે માત્ર 13 રન જ આપ્યા હતા. હર્ષિત સૌથી સફળ બોલર રહ્યો હતો. હર્ષિત ઉપરાંત અક્ષર પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. જોકે અક્ષરે 6 ઓવરમાં 16 રન આપ્યા હતા.


પ્રથમ દિવસે સ્પર્ધાની સ્થિતિ


ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી વચ્ચે રમાઈ રહેલી મેચનો પ્રથમ દિવસ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ઈન્ડિયા ડી 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ જવાબમાં પ્રથમ દાવમાં ઉતરેલી ઈન્ડિયા સીએ દિવસના અંતે 91/4 રન બનાવ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application