તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.
તાપી જિલ્લા ખાતે ચાલી રહેલ મોરારિબાપુની રામકથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે હોળીના તહેવાર નિમિત્તે હાજરી આપીને બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેર મંચ પરથી એક મોટું નિવેદન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્ત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલાં લેવામાં આવશે. જેમાં પણ ખાસ કરીને જો જિલ્લામાં ધર્મપરિવર્તનને લઈને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને ખોટી રીતે ફસાવવામાં આવશે તેવા લોકો માટે કાયદાની કોઈપણ બારી નહીં બચે.
ઉદ્યોગપતિઓ આદિવાસી વિસ્તારોમાં શાળાઓ બનાવે: મોરારિબાપુ
આજે હોળીના તહેવાર નિમિત્તે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય મંત્રી મુકેશ પટેલ સહિત ભાજપ પ્રમુખ દ્વારા મોરારિબાપુને તિલક હોળી કરી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ મોરારિબાપુ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણને લઈને ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આવે. જે કોઈ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં મોરારિબાપુ દ્વારા એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMજામનગર શહેરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડી પાડતી LCB પોલીસ
May 14, 2025 11:15 AMહવે દર વર્ષે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવાશે
May 14, 2025 11:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech