મહાપાલિકાના આરોગ્ય વિભાગે તહેવારોના લીધે દુધની બનાવટ, ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. અગાઉ પનીરના નમૂના લેવાયા હતા, તે બંને ફેલ થતા કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો, જે કેસમાં ભેળસેળ કરનાર બંને પેઢીને હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
નવરાત્રીના તહેવારો તેમજ ફુડ સેફ્ટી પખવાડીયાના અનુસંધાને ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા દુધ, દુધની બનાવટ, મીઠાઈ, મીઠો માવો, તેલ વગેરેના કુલ ૬૦ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જેમા દુધ ના -૭, દુધની બનાવટના -૫, તેલ ના - ૧૪ મીઠો માવો અને બરફી ના -૧૪, ટોસ્ટ ના ૬, કુકીઝ ના ૪ તથા અન્ય ખાધ ચીજના - ૨૦ નમુનાઓ લેવામા આવ્યા હતા. જે નમુનાઓ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રસીદભાઈ લાકડીયા, રૂવાપરી પાસેથી પનીરનો નમુનો અગાઉ લેવામાં આવ્યો હતો, જે સબસ્ટાન્ડર્ડ જાહેર થતા તેઓની સામે કેસ દાખલ કરવામા આવતા કોર્ટ દ્વારા તેઓને રૂ.૨૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે, જયારે કૈલાસ બેકરીનો પનીર લો ફેટનો અગાઉ લેવામાં આવેલ નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા કોર્ટ દવારા તેઓને રૂ.૨૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રજાના દિવસોમાં પણ ફુડ સેફ્ટી અંગેની ઝુંબેશ શરૂ રાખવામાં આવી હતી, સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફુડ સેફ્ટી વાન દ્વારાઅવેરનેસ ના -૮, સ્કુલ અવેરનેસના -૩ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તથા ૧૧૫ નમુનાઓ લેવામાં આવેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા કર્મચારી મહામંડળ તેમજ સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સાંસદને આભાર પત્ર
November 13, 2024 11:40 AMશું તમે જાણો છો રાત્રે સૂતા પહેલાં દૂધ પીવાથી કેટલા ફાયદા થાય છે?
November 13, 2024 11:38 AMજામનગરમાં સીદી સમાજની ઓફીસમાં તાળુ તોડી અપાતી ધમકી
November 13, 2024 11:37 AMરાજકોટ જિલ્લા ભાજપે સંગઠન ચૂંટણી માટે તમામ ૧૭ મંડલમાં નિમણૂક કરી
November 13, 2024 11:35 AMબાયપાસ-ખીમરાણા-શેખપાટ રસ્તાના કામનું રી-ટેન્ડર કરાવવા માંગ
November 13, 2024 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech