હાર્દિક પંડ્યા અને નતાશા ઘણા વખતથી અલગ જ રહે છે
નજીકના મિત્રએ કર્યો ધડાકો, કપલના છૂટાછેડાની અફવા વચે નવો વળાંક
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચારે નવો વળાંક લીધો છે. જો કે બંનેએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ તેના અલગ થવાના સમાચાર ચર્ચાનો વિષય બન્યાં છે. હવે હાર્દિક અને નતાશાના એક નજીકના મિત્રએ મોટો ખુલાસો કરતા નિવેદન આપ્યું છે કે, આ કપલ ઘણા મહિનાઓથી અલગ રહે છે અને હાલ તો સારી સ્થિતિમાં નથી.હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સ મામલે તેમના નજીકના મિત્રના નિવેદને આ કેસની ગંભીરતા વધારી દીધી છે.
નજીકના મિત્રનો મોટો ખુલાસો
હાર્દિક અને નતાશાના નજીકના મિત્રએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું, હાર્દિક પંડ્યા અને નતાશા ઘણા મહિનાઓથી અલગ રહે છે અને બંનેને લગ્નજીવનમાં સમસ્યા આવી રહી છે. નતાશા, હાર્દિકની સાથે નથી રહેતી, હાલ કોઈ નથી જાણતું કે, તે બંને એક બીજા સાથે વાત કરે છે કે નહિ, હાલ એવી આશા છે કે, તેમાંથી કોઈ એક જરૂર કોલ કરવાનો પ્રયત્ન કરશે. હાલ માટે પરિસ્થિતિ જટિલ બનેલી છે.
છૂટાછેડાના સમાચાર પર કેમ થઈ રહી છે ચર્ચા?
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને તેને એક દિકરો પણ છે, જેનું નામ અગસ્ત્ય છે. પરંતુ 2024માં તેના છૂટાછેડાના સમાચારોએ જોર પકડ્યું છે. હાલમાં જ નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી હતી. તે સિવાય નતાશાએ પોતાના એકાઉન્ટમાંથી તમામ તસવીરો ડિલીટ કરી નાખી હતી, જેમાં તે હાર્દિક સાથે જોવા મળી રહી હતી. આ રીતે તેઓના અલગ હોવાના સમાચાર સામે આવ્યા.
હજુ વર્લ્ડ કપ માટે અમેરિકા નથી પહોંચ્યો હાર્દિક
હાલમાં ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ યુએસએ માટે રવાના થયા હતા. તેમાં કેપ્ટન રોહિત શર્મા સિવાય ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, શિવમ દુબે અને રિઝર્વ ખેલાડી શુભમન ગિલ અને ખલીલ અહમદ પણ સામેલ હતા. પરંતુ હાર્દિક પંડ્યા IPL 2024 સિઝન પૂર્ણ થયા બાદ જ કોઈ અજ્ઞાત દેશમાં ફરવા નીકળી ગયો હતો. તેનો અર્થ એ નથી કે, તે વર્લ્ડ કપ ટીમનો ભાગ નહિ હોય. રિપોર્ટ્સમાં જણવાયું છે કે, હાર્દિક સીધો ન્યૂયોર્કમાં ભારતીય ટીમ જોઇન કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech