શહેરના કાલાવડ રોડ પરના કૈલાશનગર અને મચ્છોનગરમાં રહેતી બે પરિણીતાને સાસારીયા દ્વારા ત્રાસ અપ્યા અંગેની મહિલા પોલીસ સ્ટેશન અને આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શહેરના રેસકોર્સ રિંગરોડ પાસે વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે રહેતી અંકિતાબા(ઉ.વ 28) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ જયસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, સસરા ઘનશ્યામસિંહ અને સાસુ કીર્તિબા(રહે કૈલાશનગર શેરી નં.2 કોટેચા ચોક, કાલાવડ રોડ) ના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2020 માં જયસિંહ સાથે થયા હતા. લગ્નના છ માસ બાદ સાસુ કામ બાબતે મેણાટોણા મારવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તમે દેહેજ કંઈ લાવ્યા નથી જેથી તમારા માવતરથી પૈસા લઈ આવવાના રહેશે. પરણીતા માવતર ઘરે જતી અને પૈસા લઈને ન આવે તો ઝઘડો કરતા હતા. પતિ મારકૂટ પણ કરતો હતો અને સસરા કહેતા કે, તું ઘરમાં કંઈ કામ કરતી નથી તારે મારી પત્ની અને દીકરો કહે તેમજ કરવાનું પતિ કોઈ કામધંધો કરતો ન હોય પતિ અને સાસુ પરિણીતાને કહેતા કે તારી નોકરી તો કરવી જ પડશે અને નોકરીના પૈસા અમને આપી દેવાના જેની ના કહેતા મારકૂટ કરી હતી.
દિવાળીના તહેવાર સમયે પરિણીતાએ માવતરના ઘરે આટો મારવા ગઈ હતી ત્યારે સાસુએ પૈસા લાવવાનું કહ્યું હતું પરંતુ તે પૈસા ન લાવતા તેને મારમાર્યો હતો અને બાદમાં પતિ તેને માવતર મૂકી ગયો હતો ત્યારે સગા સંબંધીઓએ સમાધાન કરવાનું કહેતા સાસુએ કહ્યું હતું કે, અમે તમારી દીકરીને તેડવા નહીં આવીએ અને આવું હોય તો અમે જેમ કહી તેમ કરવું પડશે. જેથી પરિણીતાની માતાએ કરિયાવર પરત આપી દેવાનું કહેતા સાસુએ કહ્યું હતું કે, કરિયાવર પરત નહીં મળે તમારાથી જે થાય તે કરી લેજો. જેથી અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે.
જયારે અન્ય એક ફરિયાદમાં કોઠારિયા સોલ્વન્ટ પાસે મચ્છોનગરમાં રહેતા મેઘાબેન પ્રકાશભાઇ મુંધવા (ઉ.28)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ પ્રકાશભાઇ મોહનભાઇ મુંધવા અને સાસુ તેજીબેનના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા અને ત્યાર બાદ કોરોનાકાળમાં તેના સસરાનું અવસાન થયા બાદ તેના પતિ કંઇ કામ કરતાં ન હોય જેથી તેને કામ કરવાનું કહેતા સાસુએ ચડામણી કરી મજૂરીકામ કરવા મોકલેલ અને આખો દિવસ કામ કરી ઘેર આવું તો સાસુ નાની નાની વાતોમાં મેણાં મારી ઝઘડાઓ કરતાં અને કહેતા કે તારા મા-બાપે તને કોઇ કામ શીખવેલ નથી અને જમવાનું બનાવું તો જમતા પણ નહીં અને ચડામણી કરતા તો પતિ મારકૂટ કરતો હોય.
ત્યાર બાદ મચ્છોનગરમાં રહેવા ચાલ્યા ગયા બાદ બન્ને પતિ-પત્ની મજૂરીકામે જતા હતા મજૂરીના પૈસા લઇ પતિ વાપરી નાખતો હોય અને પૈસા ન આપે તો પતિ માર મારતો. ત્યાર બાદ અમે તેના ગામ જતા રહેતા ત્યાં સાસુ કહેતાં તું અહીંથી જતી રહે અમે મારા દીકરાના બીજા લગ્ન કરાવી દેશું કહી ત્રાસ આપતા હોય માવતરે વાત કરતા તેના કાકા તેડી ગયા હતા.બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી
December 23, 2024 04:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech