જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા જીરુની આવક શરુ

  • January 05, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા જામનગર માર્કેટ યાર્ડમાં આજથી નવા જીરુની આવાક શરુ થવા પામી છે. આજે ૧૩૫ મણ જીરુની આવક થવા પામી હતી.
ગત વર્ષે ૧,૧૧,૯૦૧ ક્વિન્ટલ જીરા ની આવક થઈ હતી. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંનું વેચાણ કરવા આવે છે. કારણ કે જીરું નો ભાવ સૌથી ઊંચો હાપા માર્કેટિંગ યાર્ડ માં મળતો હોવા થી ખેડૂતોની પહેલી પસંદ હાપા માર્કેટિંગ યાર્ડ બન્યું છે.
ગત વર્ષે ૧૨૦૦૦  સુધી નો ભાવ ખેડૂતો ને મળ્યો હતો અને આજે હરાજીમાં પણ ખેડૂત ને ૧૨૦૦૦ સુધી નો ભાવ મળ્યો છે. આજે ચાર ખેડુતો ૪૫ ગુણી એટલે કે ૧૩૫ મણ જીરુની આવક થવા પામી હતી. અને હરરાજીમાં પ્રતિ મણ નો ભાવ રુા.૪૨૦૦ થી ૧૨૦૦૦ સુધી બોલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application