હમાસે ઈઝરાયેલની તમામ શરતો સ્વીકારી: યુદ્ધવિરામની શકયતા

  • January 15, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હમાસે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ અને બંધકોને મુકત કરવા માટેના કરારની શરતો સ્વીકારી લીધી છે. આ કરારમાં મધ્યસ્થી કરી રહેલા કતારે કહ્યું કે, ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામની નજીક છે. તેની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં થઈ શકે છે. એસોસિએટેડ પ્રેસને મળેસી ડ્રાટની એક નકલમાં આ કહેવામાં આવ્યું છે. જેની પુષ્ટ્રિ હમાસના એક અધિકારી દ્રારા કરવામાં આવી છે.
જોકે, એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે, કરાર પર વાતચીત આગળ વધી શકે છે. પરંતુ આ વાતને અંતિમ સ્વપ આપવામાં આવી રહ્યું છે. આ વાતચીતને અંતિમ મંજૂરી માટે ઇઝરાયલી કેબિનેટ સમક્ષ રજૂ કરવાની જર પડશે. ગયા વર્ષે યુનાઇટેડ સ્ટેટસ, ઇજિ અને કતારે ગાઝા પટ્ટીમાં યુદ્ધનો અતં લાવવા અને બંધકોને મુકત કરાવવા માટે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી.
દરમિયાન, અમેરિકાના રાષ્ટ્ર્રપતિ જો બાઇડને પણ પુષ્ટ્રિ આપી છે કે, ગાઝામાં યુદ્ધ વિરામ અને હમાસની કેદમાંથી ઇઝરાયલી બંધકોની મુકિત માટે ચાલી રહેલી વાટાઘાટો સફળતાની આરે છે. તેમનું વહીવટી તત્રં આ બાબતે ઝડપથી કામ કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિએ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહ અને વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહેલા કતારી શેખ સાથે પણ વાત કરી છે.
જો બાઇડને કહ્યું, ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ખૂબ જ ટૂંક સમયમાં સમા થવાનું છે. મેં મહિનાઓ પહેલા રજૂ કરેલા પ્રસ્તાવની નજીક આપણે પહોંચી ગયા છીએ. મેં ઘણા વર્ષેાની જાહેર સેવામાંથી શીખ્યું છે કે, કયારેય હાર ન માનો. મેં ગઈકાલે ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. મેં આજે કતારના અમીર સાથે પણ વાત કરી છે. હું ટૂંક સમયમાં રાષ્ટ્ર્રપતિ સાથે પણ વાત કરવાનો છું.
પશ્ચિમી મીડિયાના અહેવાલો અનુસાર, બંને પક્ષો સંમત થયા છે કે, કરારના પહેલા દિવસે હમાસ ત્રણ બંધકોને મુકત કરશે, ત્યારબાદ ઇઝરાયલ વસ્તીવાળા વિસ્તારોમાંથી તેના સૈનિકો પાછા ખેંચવાનું શ કરશે. સાત દિવસ પછી, હમાસ ચાર અન્ય બંધકોને મુકત કરશે અને ઇઝરાયલ દક્ષિણ વિસ્તારોમાંથી વિસ્થાપિત લોકોને ઉત્તરમાં પાછા ફરવાની મંજૂરી આપશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application