સોનાની ઉચ્ચ શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકાર તમામ પ્રકારના સોના પર હોલમાકિગ ફરજિયાત બનાવવા જઈ રહી છે. આનો અર્થ એ થયો કે સોનાનો વેપાર કરતા વેલર્સ અને બુલિયન દ્રારા આયાત કરવામાં આવતા અથવા ખરીદવામાં આવતા સોના પર હોલમાકિગની જર પડશે. આ સિસ્ટમ જાન્યુઆરી ૨૦૨૫ થી અમલમાં મુકવામાં આવશે. આ અંગે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડર્સ (બીઆઇએસ) અને સંબંધિત પક્ષો વચ્ચે લગભગ સર્વસંમતિ સધાઈ ગઈ છે.
અત્યાર સુધી માત્ર સોનાના દાગીના, સિક્કા અને ગ્રાહકોને વેચવામાં આવતી અન્ય વસ્તુઓ પર હોલમાકિગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આનાથી ગ્રાહકને સોનાની ગુણવત્તા વિશે સચોટ માહિતી મળે છે. હવે સરકાર સોનાની ખરીદી અને વેચાણની દરેક પ્રક્રિયામાં શુદ્ધતા સુનિશ્ચિત કરવા માંગે છે, તેથી આયાત કરાયેલા સોના પર અને વેલર્સ અને બુલિયન દ્રારા દેશમાં ગમે ત્યાંથી ખરીદેલા સોના પર હોલમાકિગ ફરજિયાત બનાવવાની તૈયારી છે.
નિષ્ણાતો કહે છે કે આ સિસ્ટમ ઉચ્ચ શુદ્ધતા સુનિશ્ચિત કરશે ત્યારે સરકાર સોનાના કારોબારને સંપૂર્ણ રીતે મોનિટર પણ કરી શકશે. સરકાર ભારતમાં આવતા સોનાને ધોરણો અને નિયમોના દાયરામાં લાવવા માંગે છે. તેનાથી સોનામાં કોઈપણ પ્રકારની ભેળસેળ અટકશે અને દાણચોરી પણ અટકશે.
કોઈ વેલર કે ઉધોગપતિએ કેટલું સોનું ખરીધું છે તેની સચોટ માહિતી સરકાર પાસે હશે. ત્યારબાદ તેના સ્ટોકના આધારે જાણી શકાશે કે ખરીદેલું સોનું કેટલું વેચાયું છે. બીઆઈએસ હોલમાકિગ બાદ તમામ પ્રકારનું સોનું સરકારી રેકોર્ડમાં ઉપલબ્ધ થશે.
બીઆઈએસની સબ–કમિટીએ હોલમાકિગને લઈને પોતાનો રિપોર્ટ સુપરત કર્યેા છે, ત્યારબાદ આગળની પ્રક્રિયા શ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમો હેઠળ વેલરી દ્રારા પોતાના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવેલી વેલરી કે આર્ટવર્કને હોલમાકિગના ફરજિયાત નિયમોમાંથી બહાર રાખી શકાશે.
વર્તમાન નિયમો હેઠળ, ગ્રાહકોને વેચાતી વેલરી માટે હોલમાકિગ હોવું ફરજિયાત છે, પરંતુ હાલમાં દેશના તમામ ભાગોમાં હોલમાકિગ કેન્દ્રો નથી. આ કારણે હજુ પણ ઘણા ભાગોમાં હોલમાર્ક વિનાના ઘરેણાં વેચાઈ રહ્યા છે. ઓલ બુલિયન એન્ડ વેલર્સ એસોસિએશનએ કહ્યું કે કેન્દ્ર સરકાર હોલમાર્કના નામે રેવન્યુ અને સર્વેલન્સ વધારવા માંગે છે. હાલમાં પ્રતિ પીસ ૫૨ પિયાથી વધુ હોલમાર્ક ફી વસૂલવામાં આવે છે. દેશના લગભગ અડધા જિલ્લાઓમાં હજુ પણ હોલમાર્કની સુવિધા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech