રાજકોટ શહેરમાં આજે બપોરે મેઘાડંબર અને અસહ્ય બફારા વચ્ચે હળવું ઝાપટું વરસી જતા અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ ગરમીથી રાહત મેળવી હતી. બીજી બાજુ શહેરના રાજમાર્ગો ઉપર વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા જ ન હોય ફક્ત અર્ધો ઇંચ વરસાદમાં પણ યાજ્ઞિક રોડ અને રેસકોર્સ રિંગ રોડ સહિતના રાજમાર્ગો ઉપર પાણી ભરાયા હતા.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે બપોરે બે વાગ્યાની સ્થિતિએ સેન્ટ્રલ ઝોનના કનક રોડ ફાયર સ્ટેશનમાં 9 મીમી, વેસ્ટ ઝોનના કાલાવડ રોડ ફાયર સ્ટેશનમાં 12 મીમી અને ઇસ્ટ ઝોનના બેડીપરા ફાયર સ્ટેશનમાં 9 મીમી વરસાદ નોંધાયો હતો. આગામી 24થી 72 કલાકમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.દરમિયાન રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1માં 0.10 ફૂટ નવા નીરની આવક થઇ છે, જ્યારે કાલાવડ રોડ ઉપરના ન્યારી-1 ડેમ તેમજ ભાદર-1 ડેમની સપાટી પણ યથાવત રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાસાએ આપ્યા સારા સમાચાર, સુનીતા વિલિયમ્સનું અવકાશયાન જોખમની બહાર
July 05, 2024 02:26 PMચિંતા ન કરો ઋષિ સુનક, અમે તમારા માટે સીટ રાખી છે, એરલાઈન્સે હારની ઉડાવી મજાક
July 05, 2024 02:19 PMપાકિસ્તાનમાં ટ્વિટર પછી ફેસબુક, યુટ્યુબ અને વોટ્સએપ પર પણ પ્રતિબંધ
July 05, 2024 02:07 PMપુણે પોર્શ કાંડ : નબીરાએ જામીન માટે લખ્યો નિબંધ, હાઈકોર્ટે આપી રાહત
July 05, 2024 02:00 PM૬ જુલાઈ રાજકોટ સ્થાપના દિન : રંગીલા રાજકોટનો ૪૧૪મો જન્મદિન
July 05, 2024 12:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech