આઇએનએસ વાલસુરા દ્વારા હાફ મેરેથોન દોડ યોજાઇ

  • November 20, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇએનએસ વાલસુરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાફ મેરેથોન દોડ યોજાઇ હતી, જેમાં ર૧ કી.મી., ૧૦ કી.મી. અને પાંચ કી.મી. દોડમાં અસંખ્ય દોડવીરો જોડાયા હતા, જેમાં મહારાષ્ટ્રના દોડવીરનો પણ સમાવેશ થતો હતો, ગઇકાલે રવિવારે સવારે પ.૪પ વાગ્યે તળાવની પાળ ગેઇટ નં. ૧ થી દોડ શરુ થઇ હતી, જેમાં આઇએનએસ વાલસુરાના અધિકારીઓ, જિલ્લા કલેકટર બીજલ શાહ, કમિશ્નર દિનેશભાઇ મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા  સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ તેમજ નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહીને મેરેથોન દોડને શરુ કરાવી હતી, આ મેરેથોન દોડમાં સાત વર્ષની બાળકી પાંચ કી.મી.ની દોડમાં જોડાઇ હતી, જ્યારે એક મહિલા બેબી ચેર સાથે પણ સ્પર્ધામાં જોડાઇ હતી. જ્યારે મહારાષ્ટ્રના પુનાથી એક સ્પર્ધક જગન્નાથ પવાર જોડાયા હતા, જે ૧૦ કી.મી.ની દોડમાં સેક્ધડ બન્યા હતા, જ્યારે ર૧ કી.મી.માં જગદીશ નામનો સ્પર્ધક વિનર થયો હતો, વિજેતાઓને સર્ટીફીકેટ, રોકડ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. સાથોસાથ મેરેથોન દોડ પૂર્ણ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તળાવની પાળ ખાતે યોજાયો હતો, જેમાં નેવી મ્યુઝીક, નાટક સહિતના કાર્યક્રમો યોજાયા હતા, બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application