હાલાર બન્યું હીલસ્ટેશન: ગાઢ ધુમ્મસથી આહલાદક વાતાવરણ

  • January 31, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ, ખંભાળીયા, સલાયા, લાલપુર, લાંબા સહિતના ગામડાઓમાં પણ ધુમ્મસની ચાદર છવાઇ: શહેરનું લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી

જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ ઝાકળનું સામ્રાજય છવાઇ જવા પામ્યું હતું,જાણે શહેરને કુદરત ઝાકળથી સ્નાન કરાવતી હોય તેવું લાગી રહ્યું હતું. આજે ઝાકળના લીધે શહેરીજનોને હિલ સ્ટેશન જેવું મહેસૂસ કરી રહ્યા હતા રણમલ તળાવની પરિસરથી અંદરનો કીલ્લો જાણે ગાયબ થઈ ગયો હતો.
આજે કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લધુતમ તાપમાન ૧૮ મહતમ ૨૮.૫ હવામાં ભેજનું પ્રમાણ ૯૮ પવનની ગતિ ૪૦ થઈ ૪૫ ની નોંધાઇ હતી. સમગ્ર શહેર તથા જિલ્લામાં મિશ્ર ર્ઋતુ જોવા મળી રહી છે જેને કારણે તાવ,શરદી,ઉધરસના કેસોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેને લીધે જામનગરની જીજી હોસ્પિટલ દર્દીઓની કતારો જોવા મળી રહી છે.
હાલારના ગ્રામ્ય પંથકમાં ભાણવડ, ખંભાળીયા, સલાયા, લાલપુર તથા લાંબા સહિતના વિસ્તારોમાં પણ ધુમ્મસની ચાદર છવાઇ જવા પામી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, આ ઝાકળનું પ્રમાણ મોડે સુધી જોવા મળ્યું હતું.
શિયાળાના ઉતરાર્ધમાં એકાએક જબરદસ્ત ઝાકળ આજે પડી છે જેને લીધે રસ્તા પર વાહન ચાલકો ને ધોળે દિવસે હેડલાઈટ સહારે વાહન ચલાવવા પડ્યા છે રસ્તાઓ ભીના લથબથ જોવા મળ્યા હતા.ઝાકળના લીધે વાહન વ્યવહારને પણ અસર જોવા મળી હતી. ઝાકળને લીધે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application