સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન ૧૩૦૦થી વધુ હજયાત્રીના મોત થયા છે. સાઉદી અરેબિયાના સ્વાસ્થ્ય મંત્રીએ આ જાણકારી આપી છે. હજ યાત્રીઓના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ભારતના ૯૮ હજ યાત્રીના પણ મોત થયા છે. તેની પાછળ ગરમીનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.આ વર્ષે સાઉદી અરેબિયામાં ભીષણ ગરમી વચ્ચે હજ યાત્રા દરમિયાન મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૩૦૦ને પાર થઈ ગઈ છે. સાઉદી અરેબિયાના સ્વાસ્થ્ય મંત્રીએ આ જાણકારી આપી. સાઉદીના આરોગ્ય પ્રધાન ફહદ બિન અબ્દુર્રહમાન અલ–જલાઝેલે જણાવ્યું હતું કે ૧,૩૦૧ મૃત્યુમાંથી ૮૩% અનધિકૃત યાત્રાળુઓ હતા જેઓ પવિત્ર શહેર મક્કામાં અને તેની આસપાસ હજની વિધિ કરવા માટે ઐંચા તાપમાને લાંબા અંતરની મુસાફરી કરતા હતા. મંત્રીએ કહ્યું કે ૯૫ શ્રદ્ધાળુઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.જેમાંથી કેટલાકને હવાઈ માર્ગે રાજધાની રિયાધ સારવાર માટે લાવવામાં આવ્યા છે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે મૃત યાત્રાળુઓની ઓળખ પ્રક્રિયામાં વિલબં થયો કારણ કે ઘણા લોકો પાસે કોઈ દસ્તાવેજ ન હતા. તેમણે કહ્યું કે મૃતકોને મક્કામાં દફનાવવામાં આવ્યા છે, પરંતુ આ સંબંધમાં કોઈ વિગતવાર માહિતી આપી નથી. આ વર્ષે હજ દરમિયાન ૯૮ ભારતીય શ્રદ્ધાળુઓના મોત થયા છે
મૃતકોમાં મોટાભાગના ઈજીપ્તના
મૃતકોમાં સૌથી વધુ સંખ્યા ઈજીપ્તના યાત્રાળુઓ છે. ૬૬૦ થી વધુ ઇજિના નાગરિકો મૃત્યુ પામ્યા છે. કૈરોમાં બે અધિકારીઓએ જણાવ્યું હતું કે ૩૧ સિવાયના તમામ બિન નોંધાયેલ યાત્રાળુઓ હતા. અધિકારીઓએ જણાવ્યું કે સાઉદી અરેબિયામાં અનધિકૃત હજયાત્રીઓને મોકલવામાં સામેલ ૧૬ ટ્રાવેલ એજન્સીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.ઇજિમાં, સ્થાનિક એજન્ટો ખર્ચ બચાવવા આર્થિક રીતે નબળા લોકોને લાલચ આપીને પ્રવાસી વિઝા પર હજ કરવા માટે સાઉદી અરેબિયા મોકલે છે.
નોંધણીના અભાવે યાત્રાળુઓને હજની સુવિધા મળતી નથી
ઇજિના એક પરિવારે જણાવ્યું હતું કે આવી જ રીતે હજ કરવા ગયેલી તેમની મહિલાને મક્કાની આકરી ગરમીમાં ૧૨ કિમી ચાલવું પડું હતું. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. નામ ન આપવાની શરતે બોલતા અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા ભાગના મૃત્યુ મક્કાના અલ–મુઈસ્માય વિસ્તારમાં આવેલા ઈમરજન્સી કોમ્પ્લેકસમાં થયા છે. ઇજિે આ વર્ષે ૫૦,૦૦૦ થી વધુ અધિકૃત હજયાત્રીઓને સાઉદી અરેબિયા મોકલ્યા, પરંતુ મોટી સંખ્યામાં નોંધણી વગરના પ્રવાસીઓ પણ આવ્યા. સાઉદી સત્તાવાળાઓએ નોંધણી વગરના પ્રવાસીઓ પર કડક કાર્યવાહી કરી અને હજારો પાછા ફર્યા, પરંતુ ઘણા મક્કા અને તેની આસપાસના પવિત્ર સ્થળો સુધી પહોંચવામાં સફળ થયા. તેમાંના મોટાભાગના ઇજિવાસીઓ હતા. ગરમીથી બચવા માટે તેમની પાસે કોઈ હોટેલ નહોતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech