હોંગકોંગ,મલેશિયામાં એચએમપીવી પ્રસર્યો

  • January 06, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનમાં કોરોના જેવા જ લક્ષણો ધરાવતા એચએમપીવી વાયરસએ કહેર વતર્વિવાનું શરુ કર્યું છે અને તેના પગલે અન્ય દેશોની ચિંતામાં પણ વધારો થયો જ છે, તેની સાથે હવે મલેશિયામાં એચએમપીવી વાયરસના કેસ દેખાતા આ દેશ વધુ સતર્ક બન્યો છે અને આરોગ્ય મંત્રાલયે ખાસ માર્ગદર્શિકા જારી કરવી પડી છે. જણાવી દઈએ કે એચએમપીવી એ ન્યુમોવેરિડ પરિવારના વાઇરસને કારણે થતો શ્વસન ચેપ છે. તેના લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા હોય છે, પરંતુ ગંભીર કિસ્સાઓમાં બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા થઇ શકે છે.
ચીનમાં એચએમપીવી સંક્રમણના કેસો વધી રહ્યા છે. 2024માં દેશમાં એચએમપીવી ના 327 કેસ નોંધાયા હતા, જે 2023ના 225 કેસ કરતાં 45% વધુ છે. ચીન સહિત અન્ય દેશોમાં ફેફસાના રોગો વધવાના અહેવાલો વચ્ચે આ વધારો થયો છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ અનુસાર, મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને પોતાની સંભાળ રાખવાની વિનંતી કરી છે. મંત્રાલયે કહ્યું કે લોકોએ વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, ફેસ માસ્ક પહેરવો જોઈએ અને ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા જોઈએ. મંત્રાલયે જણાવ્યું હતું કે, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સક્રિયપણે તેમના સ્વાસ્થ્યની કાળજી રાખે અને અન્ય લોકોના ચેપ્ને અટકાવે, ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળે. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરવાનું આયોજન કરે છે.
જો કે, મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે એચએમપીવી એ નવો રોગ નથી. એચએમપીવી એ ન્યુમોવિરિડ પરિવારના વાઇરસને કારણે થતો શ્વસન ચેપ છે. લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોય છે, પરંતુ ગંભીર કિસ્સાઓમાં બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા થઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application