વીરપુર (જલારામ) મંદિરમાં જ્ઞાન સ્વામીએ પાછલે બારણેથી પ્રવેશી માફી માગી ૧૦ મિનિટમાં ચાલતી પકડી

  • March 08, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જયાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના જલારામબાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમને લઈને સમગ્ર ગુજરાત સહીત ઠેરઠેર રઘુવંશી સમાજમાં તેમજ પૂય જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ વીરપુરમાં પણ રોષ હતો, ત્યારે આ વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગતો વિડિઓ સોશ્યલ મીડિયામાં જાહેર કરીને માફી માંગી હતી, વિડિઓમાં સ્વામીએ કહ્યું હતું કે,જલારામબાપા ચરણોમાં સત સત વંદન,થોડા સમય પહેલા મેં એક બુકમાં પ્રસગ વાંચ્યો હતો, એજ પ્રસગ મેં એક મેગેજીનમાં પણ વાંચ્યો હતો, મને એવું લાગ્યું કે આમાં જલારામબાપા ખૂબ સારી વાત કરવામાં આવી છે, એટલે બાપાના મહિમા વિશે વાત રજૂ કરી હતી, સાથે અયોધ્યામાં જલારામબાપાની જગ્યા તરફ ધરવામાં આવતા થાળ અંતર્ગત વાત કરી હતી, ત્યારે કોઈપણ સમાજ કે વ્યકિતની લાગણી દુભાણી હોય તો માફી માગું છું અને વિડિઓ પણ ડીલીટ કરી દીધો હોવાનું જણાવ્યું હતું.
પરંતુ સ્વામી જ્ઞાન પ્રકાશના વિરોધમાં વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે યાત્રાધામ વીરપુરના ગ્રામજનો તેમજ તમામ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ, સંસ્થાઓ, સાથે એક બેઠક પણ મળી હતી જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની માફી માંગે તેવી માંગ સમગ્ર ગુજરાતભર માંથી તેમજ વીરપુરના ગ્રામજનો,લાખો ભકતો અને રઘુવંશી સમાજે ઉગ્ર માંગ કરી હતી.
ત્યારે આજે બપોરના ૪:૩૦ વાગ્યાની આસપાસ સ્વામી જ્ઞાન પ્રકાશ જલારામ બાપાના મંદિરે આવી માફી માંગી, સ્વામીને પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે વીરપુર લવાયા હતા અને બ્લેક કલર આખી સ્કોપીયો ગાડીમા સ્વામીને મંદિરની પાછળના દરવાજામાંથી સીધા મંદિરમાં લઈ જવાયા હતા યાં વીરપુર મંદિરના ગાદીપતિ રઘુબાપાના લઘુબંધુ અને જલારામ બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદ્રાણીએ સાથે પૂય જલારામ બાપાની ગ્યામાં શીશ જુકાવીને માફી માંગી હતી અને વડતાલ ટેમ્પલ મંદિર બોર્ડ દ્રારા લેટરપેડમાં લેખિત પૂય જલારામ બાપાના મંદિરની માફી પણ માંગી હતી, પરંતુ જ્ઞાન પ્રકાશ સ્વામી માત્ર દસ મિનિટ જેટલો સમયજ વીરપુર જલારામ મંદિરમાં રોકાયા અને મંદિરના પાછળ દરવાજેથી જ્ઞાન પ્રકાશ સ્વામીને પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે નંબર પ્લેટ વગરની બ્લેક સ્કોર્પિયો કારમા વીરપુરથી નીકળી લઈ જવામાં આવ્યા હતા યારે જ્ઞાન પ્રકાશ સ્વામી યારે જલારામ મંદીરની બહાર આવ્યા ત્યારે  મીડિયાથી ભાગી કંઈપણ બોલ્યાં વગર જ ચાલતી પકડી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application