જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામ બાપાની માફી માગશે ખાત્રી બાદ સવારથી વીરપુર ખુલ્યું

  • March 05, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રઘુવંશી સમાજના આસ્થાના પ્રતીક સૌરાષ્ટ્રના સુવિખ્યાત વીરપુરના સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા વિશે વડતાલના જ્ઞાન પ્રકાશ સ્વામીએ બફાટ કરતા રઘુવંશી સમાજ આગબબુલા થયો છે. ગામેગામ આવેદન આપવામાં આવતા અને વિરોધ વધુ ઉગ્ર બનતા અંતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગતો વિડીયો જાહેર કર્યો હતો પરંતુ આ બાબતેના ઘેરા પ્રત્યાઘાતો પડતા વીરપુર સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અને જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામ બાપાની માફી નહીં માંગે ત્યાં સુધી વેપારીઓ વેપાર ધંધા બંધ રાખશે તેમ જાહેરાત કરતા સ્વામીએ વીરપુર આવી પોતે જલારામ બાપાની માફી માગશે અને ભૂલની ફરી માગતા અંતે રાત્રે વીરપુર વેપારી એસોસિએશનના ભરતભાઇ ગઢિયાએ જણાવ્યું હતું કે સુરત અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે કરેલ બફાટ બાદ વીરપુરના વેપારીઓએ બે દિવસ સજ્જડ વીરપુર બંધ પાળવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ જલાબાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અને પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણીએ વેપારીઓને પોતાના ધંધા રોજગાર સવારથી જ શરૂ કરી દેવા અપીલ કરતા પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા નિર્ણયને શિરોમાન્ય ગણીને આજે સવાથી જ વેપારીઓ પોતાના રોજગાર ધંધાઓ શરૂ કર્યા હતા.


સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના સમરથ સંતશ્રી શીરોમણી પૂજ્ય જલારામબાપા વિશે જ્ઞાન પ્રકાશની ટિપ્પણીથી વિવાદ થયો છે,ત્યારે આજે યાત્રાધામ વીરપુરની ગ્રામ પંચાયતમાં ગ્રામજનો,વેપારીઓ આગેવાનો સરપંચ સહિત રઘુવંશી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી,બેઠકમાં જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે જલારામબાપા માફી માગે તેવું જ્ઞાનપ્રકાશ સ્વામીને અલ્ટીમેટમ અપાયું છે,સાથે વીરપુર ગ્રામ પંચાયત ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે, વીરપુરના વેપારીઓ પોતાના રોજગાર ધંધાઓ બે દિવસ સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કરાયો હતો,

જો કે, વીરપુરમાં પૂજ્ય જલારામબાપાના ભક્તો માટે દર્શન અને અન્નક્ષેત્ર રાબેતા મુજબ શરૂ રાખવામાં આવ્યા છે.જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણી બાદ વીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, વીરપુર જલારામ બાપાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી હતી. યાત્રાધામ વીરપુર આજે અને આવતીકાલે બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વીરપુર ગ્રામ પંચાયત કચેરીમાં મળેલી બેઠકના નિર્ણય બાદ તમામ વેપારીઓ આજથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ કરવાની શરૂઆત કરી હતી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહી હતી,જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામબાપાની માફી માંગે તેવી માંગ કરી છે,


જલારામબાપા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણીનો મુદ્દો ગરમાયો હતો, સાથે વીરપુરના ગ્રામજનો, રઘુવંશી સમાજ, લાખો ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ટિપ્પણી મુદ્દે યાત્રાધામ વીરપુરમાં આજે બેઠક મળી હતી. આ બેઠકમાં વેપારીઓ, ગ્રામજનો, આગેવાનો સહિત અનેક વીરપુર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય જલારામ બાપાની જય સાથે રામધૂન બોલી હતી.


ભક્ત સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલે છે,205 વર્ષ પહેલાં મહાસુદ બીજના જલારામ બાપાએ ગુરૂ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ થયું હતું,


મહત્વનું છે કે,સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યુ કે વીરપુરમાં ચાલતુ સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે,જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તે માટે આશીર્વાદ માંગ્યા હતા,ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા હોવાથી આજે સદાવ્રત અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે,જો કે, બાદમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી,પરંતુ તેમના નિવેદનથી થયેલો વિવાદ શાંત નથી પડ્યો.

આ બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્ઞાનપ્રકાશ સ્વામિએ વીરપુર આવી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી માફી માંગવા પોતાની તત્પરતા દર્શાવી છે ત્યારબાદ પૂજ્ય જલારામ બાપાના વંશજ અને પૂજ્ય જલારામબાપા ની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણી તેમજ જલારામબાપા ના પરિવારજનો દ્વારા ઉદારતા ભર્યો નિર્ણય કર્યો હતો અને વિરપૂરના તમામ વેપારીઓને પોતાના ધંધા રોજગાર આવતીકાલ સવારથી જ શરૂ કરી દેવા અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application