રાજકોટમાં ગુલિયા ગેંગનો આતંક: બ્રોકરના હાથ પગ ભાંગી નાખ્યા

  • May 09, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં નામચીન ગુલિયા આણી ટોળકીએ ફરી લખણ ઝળકાવ્યા છે નામચીન શખસના ત્રણ સાગ્રતોએ ગઈકાલ રાત્રિના ભગવતીપરા વિસ્તારમાં એસ્ટેટ બ્રોકર યુવાન પર સરાજાહેર ધોકા–પાઇપ વડે હત્પમલો કર્યેા હતો. જેમાં યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પાંચ મહિનાથી ચાલી રહેલા મનદુ:ખ સબબ આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે નામચીન ગુલ મોહમ્મદ ઉર્ફે ગુલીયો ઈબ્રાહીમ સહિત પાંચ શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, ભગવતીપરા મેઇન રોડ પર અયોધ્યા પાર્ક શેરી નંબર ૨ માં રહેતા અને સુખસાગર હોલ પાસે સબર નામની ઓફિસ રાખી જમીન મકાન લે–વેચનું કામ કરનાર મોઇન અનવરભાઈ જુણેજા(ઉ.વ ૨૭) નામના યુવાને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સલીમ શાહ હનીફશાહ શાહમદાર, સદામ હનીફ શાહમદાર, સાવન મીઠા પરમાર ગુલમોહમ્મદ ઉર્ફે ગુલીયો ઈબ્રાહીમભાઇ મોડ અને નાસીર ઇબ્રાહીમ મોડના નામ આપ્યા છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના આઠેક વાગ્યે આસપાસ તે પોતાની ઓફિસ બધં કરી ઘરે જમવા માટે જતો હતો દરમિયાન અહીં બાજુમાં દૂધની ડેરી પાસે દૂધની થેલી લેવા જતા અચાનક સલીમ શાહ, સદામ અને મીઠા સહિતના આ ત્રણેય શખસો હાથમાં લાકડી અને પાઇપ લઇ ધસી આવ્યા હતા અને યુવાન કઈં સમજે તે પૂર્વે તેના પર હત્પમલો કરી દીધો હતો. જેથી તે અહીંથી નાસી ભાગવા જતાં આ ત્રણેય શખસો પાછળ દોડા હતા અને સુખસાગર હોલ પાસે ગલીમાં પહોંચતા ત્રણેય તેને ત્યાં લાકડી અને પાઇપ વડે માર મારતા યુવાન પડી ગયો હતો. બાદમાં આ શખસોએ તેને બેફામ મારમાર્યેા હતો તથા ગાળો આપી કહેતા હતા કે ગુલિયા સાથે દુશ્મની બહત્પ જ મોંઘી પડશે. તેમ કહી અહીંથી નાસી ગયા હતા. બાદમાં યુવાને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં તેને પગમાં તથા ડાબા હાથના કાંડામાં ફ્રેકચર થઈ ગયું હોવાનું માલુમ પડું હતું. યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પાંચ માસ પૂર્વે ભગવતીપરામાં રહેતા ગુલ મોહમ્મદ ઉર્ફે ગુલીીયાના દીકરા આપતા આફતાબ ઉર્ફે કારીયા અને મહમંદહશેન પઠાણ વચ્ચે ઝઘડો થયો હતો. ગુલીયો આ મહમદ હત્પસેન પઠાણને મારવા માંગતો હોય પરંતુ આ મહંમદ યુવાન તથા તેના ભાઈનો મિત્ર હોય જેથી તેણે તેને સપોર્ટ કરતાં આ આ બાબતે ચાલતા મનદુ:ખ સબબ આ હત્પમલો કર્યેા હતો. તેમજ અગાઉ ગુલિયાના કહેવાથી સાજન પરમારે યુવાન વિદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. બનાવવા અંગે યુવાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૬,૩૨૩, ૫૦૪, ૧૨૦(બી) અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ગુલિયા સામે અગાઉ સામૂહિક દુષ્કર્મ, ફાયરિંગ, દા– જુગાર સહિતના ગુનાઓ નોંધાઈ ચૂકયા છે


ભગવતીપરામાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવાનું
એસ્ટેટ બ્રોકરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ માસ પૂર્વે તેના મિત્ર મહમદ હત્પસેન પઠાણને ગુલિયાના પુત્ર સાથે માથાકૂટ થયા બાદ યુવાન મિત્રને સપોર્ટ કરતાં ગુલીયો અને તેનો ભાઈ નાસીર બંને જણા ચારેક માસ પૂર્વે યુવાનની ઓફિસે આવ્યા હતા.અહીં આવી યુવાનને ગાળો આપી કહેવા લાગ્યા હતા કે, ભગવતીપરામાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે. યુવાન પર ગુલીયાના સાગરીત સાજન પરમાર એટ્રોસિટીની ફરિયાદ પણ નોંધાવી હતી. છતાં યુવાન આ શખસોને તાબે ન થતાં તેઓ તેના પર હત્પમલો કરવાની ફિરાકમાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application