ગુલાબનગર આઇટીઆઈના તાલીમાર્થીઓએ મેટોડા જીઆઇડીસી અને રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી

  • December 23, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ આઇટીઆઇમાં કોપા(કમ્પ્યુટર)  ટ્રેડના કુલ ૩૭ તાલીમાર્થીઓ અને ૦૨ સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરશ્રીઓએ ભવાની ઇન્ડસ્ટ્રીઝ મેટોડા જી.આઈ.ડી.સી. રાજકોટ અને રીજનલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતે મુલાકાત લીધી હતી. જેમાં કંપનીના જનરલ મેનેજરશ્રીદ્વારા કંપનીના પ્લાન્ટમાં વિઝીટ કરાવી ઉત્પાદન વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ રીજનલ સાયન્સ સેન્ટરમાં વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા. આ તકે સંસ્થાના આચાર્યશ્રી તેમજ ફોરમેનશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરુ પાડવામાં આવેલ હતું. તેમજ ગુલાબનગર આઇટીઆઇના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application