ગુજરેરાના નિયમો નવા વર્ષથી હળવા થશે ડેવલપર જાતે જ પ્રગતિ રિપોર્ટ ભરી શકશે

  • December 18, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત સરકાર રેરાના નિયમોમાં બદલાવ લાવવા તૈયાર થઈ છે લાંબા સમયથી બિલ્ડરોને થઈ રહેલી તકલીફ અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દર ત્રણ મહિને વિવિધ રિપોર્ટ રજૂ કરવાના થતા હતા આ રિપોર્ટ સબમિટ કરવામાં વિલબં થવાના કારણે વિકાસકર્તાઓને પેનલ્ટી ભરવી પડતી હતી આ નિયમમાં કેટલીક છૂટછાટ આપીને ૧લી જાન્યુઆરી ૨૦૨૫ થી નવા નિયમોનો અમલ કરવામાં આવશે.
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ગુજરેરા તેના નિયમોમાં સુધારા દાખલ કરવા જઈ રહ્યું છે અને વિવિધ પ્રોજેકટના પ્રગતિ રિપોર્ટ ભરવાની પ્રક્રિયાનું સરળીકરણ કરશે જેનો અમલ પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી થશે વિકાસ કરતાઓને વિવિધ સર્ટિફિકેટ મેળવવા માટે થઈને આર્કિટેકચર એન્જિનિયર અને કન્સલ્ટન્સ સહિતના સર્ટિફિકેટની જરિયાત હોય છે પરંતુ તે મેળવવામાં ખૂબ વિલબં થાય છે તેના પરિણામે વિકાસકર્તાઓનેે પેનલ્ટી ભરવી પડે છે.
૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલી બનેલા સુધારા, અનુપાલનને સુવ્યવસ્થિત કરવા અને પ્રોજેકટ મોનિટરિંગમાં સુધારો કરવાના હેતુથી નોંધપાત્ર ફેરફારો લાવશે. ગુજરેરાના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિકાસકર્તાઓએ દર કવાર્ટરમાં પ્રોજેકટની પ્રગતિ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેકટ અને એન્જિનિયરનું પ્રમાણપત્ર આપવું જરી છે. તેઓને આ પ્રમાણપત્રો મેળવવામાં વિલંબનો સામનો કરવો પડે છે તેનુ કારણ સલાહકારોની સંખ્યા ખુબ ઓછી છે. આ અનુપાલન વિકાસકર્તાઓ માટે ખર્ચમાં વધારો કરે છે.આથી ૧ જાન્યુઆરીથી નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમો પ્રક્રિયાને સરળ બનાવશે અને વિકાસકર્તાઓ પ્રમાણપત્ર વિના જાતે સબમિટ કરી શકશે.
સુધારો નવા રજૂ કરાયેલા ફોર્મ ૮માં કયુપીપીઆર સબમિટ કરવાનું ફરજિયાત કરે છે. આ ૨૦૧૭ના નિયમોમાં કયુપીપીઆર ના અગાઉના સંદર્ભને બદલે છે, જેમાં ગુજરેરા પોર્ટલ પર કયુપીપીઆર અપડેટ કરવા માટે ફોર્મ ૧, ૨, અને ૩ જરી હતા. જો કે, વિકાસકર્તાઓએ રેરા બેંક ખાતામાંથી ભંડોળ ઉપાડવા માટે જરી પ્રમાણપત્રો સબમિટ કરવાજાન્યુઆરીથી નિયમો સરળ બનાવશે. વિકાસકર્તાઓ પ્રમાણપત્ર વિના કયુપીપીઆર જાતે સબમિટ કરી શકશે.
સુધારો નવા રજૂ કરાયેલા ફોર્મ ૮માં કયુપીપીઆર સબમિટ કરવાનું ફરજિયાત કરે છે. આ ૨૦૧૭ના નિયમોમાં કયુપીપીઆરના અગાઉના સંદર્ભને બદલે  છે, જેમાં ગુજરેરા પોર્ટલ પર કયુપીપીઆર અપડેટ કરવા માટે ફોર્મ ૧, ૨, અને ૩ જરી હતા. જો કે, વિકાસકર્તાઓએ રેરા બેંક ખાતામાંથી ભંડોળ ઉપાડવા માટે જરી પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે. ફોર્મ ૮ પ્રોજેકટની પ્રગતિને ટ્રેક કરવા, ભૌતિક વિકાસ, નાણાકીય અપડેટસ અને વ્યકિતગત
(અનુ. સાતમા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application