ઢાકામાં હાલ ખૂબ જ ભયજનક સ્થિતિ છે. ટોળા દ્રારા જે પ્રકારે હત્પમલા કરવામાં આવી રહ્યા છે તેનાથી અનેક ભારતીયો–બાંગ્લાદેશમાં વર્ષેા વસેલા હિંદુઓ ભય અનુભવી રહ્યા છે તેમ ઢાકામાં ફસાયેલા ભારતીયોએ જણાવ્યું છે. બાંગ્લાદેશમાં હાલ ૧૯ હજારથી વધુ ભારતીયો છે. ગુજરાતમાંથી પણ અનેક લોકો નોકરી માટે છેલ્લા કેટલાક વર્ષથી બાંગલાદેશમાં છે. હવે ત્યાંની સ્થિતિ વણસતાં તેઓ ચિંતાની સ્થિતિમાં મૂકાયા છે અને સ્વદેશ પરત ફરવા માટે સતત ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં છે.
બાંગલાદેશમાં ફસાયેલા એક ભારતીયએ જણાવ્યું કે, 'ઢાકામાં છેલ્લા કેટલાક દિવસથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ પર જ જીવલેણ હત્પમલા થઈ રહ્યા છે એટલે તેમાં સામાન્ય વ્યકિતએ રક્ષણની મદદ કોની પાસે માગવી તે જ મોટો સવાલ થઈ ગયો છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે. મોટાભાગના હિંદુઓ છેલ્લા ઘણા દિવસથી ઘરથી બહાર જ નીકળ્યા નથી. ઘરમાં અનાજ ખૂટવા આવ્યું છે પણ હાલની સ્થિતિમાં તેમના માટે બહાર નીકળી શકાય એમ નથી. ઝડપથી બધું જ થાળે પડશે તેવો તેમને આશાવાદ છે.'
એક ખાનગી કંપનીના પ્રોજેકટ માટે ઢાકા ગયેલા વડોદરાના હિમાંશુ હાથીએ જણાવ્યું કે, 'છેલ્લા ૨૦ દિવસથી ઈન્ટરનેટ જ બધં હોવાથી પરિવાર સાથે સંપર્ક કરવામાં સમસ્યા નડી હતી. સોમવારે બપોરથી ઈન્ટરનેટ ચાલુ થઇ ગયું છે. હત્પં અને મારી સાથેનો અન્ય એક ભારતીય કંપનીના ગેસ્ટહાઉસમાં સુરક્ષિત છીએ અને કોઈ સમસ્યા હેઠળ નથી. ગેસ્ટહાઉસમાં રહેલા કોઈને પણ બહાર નહીં નીકળવા કંપની દ્રારા સૂચના અપાઇ છે સ્થિતિ ગંભીર બનતાં અનેક લોકો ગત સાહે જ ભારત પરત ફર્યા હતા.
ઢાકાથી દિલ્હી પરત ફરવા માટેની ટિકિટ સામાન્ય દિવસોમાં પિયા ૭ હજારથી વધીને પિયા ૫૦ હજાર થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech