ગુજરાતી ફિલ્મનો કલાકાર-ડિરેક્ટર પત્ની સાથે દા‚રૂનું કટીંગ કરતા ઝડપાયો, મહુવાનો શખ્સ કારના દરવાજામાં ચોરખાનાં બનાવી દા‚રૂ લાવ્યો હતો

  • March 13, 2025 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના મહુવાના દયાળ-કોટડા ગામનો અને  ગુજરાતી ફિલ્મોનોકલાકાર-ડિરેકટર કારમાં ચોર ખાનુ બનાવી હોળી-ધુળેટીના તહેવાર માટે દમણથી રૂ. ૩૫. ૨૮લાખનો દારૂ લાવી પોતાની પત્ની સહિતના શખ્સો સાથે મળી દારૂનું કટીંગ કરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે ત્રાટકેલી પીસીબી અને કાપોદ્રા પોલીસે દારૂ, ટેમ્પો, કાર, બાઈક તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા ૫૧. ૪૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


કાપોદ્રા, ખજોદ ચાર રસ્તા અને સચીન જીઆઇડીસીમાં ગોડાઉનમાંથી પીસીબી અને કાપોદ્રા પોલીસે ૩૫. ૨૮ લાખના વિદેશી દારૂ સાથે મહુવાના દંપત્તિ  સહિત ૪ને  પકડી લીધા હતા. સાથે દારૂ, કાર, ટેમ્પો, બાઇક, મોબાઇલ દારૂ સહિત ૫૧. ૪૮ લાખનો મુદામાલ કબ્જે  કર્યો હતો. જયારે ૬ જણાને ફરાર  જાહેર કર્યા હતા. કારનાં દરવાજામાં ચોરખાના બનાવીને  બુટલેગર દારૂ લાવી કટિંગ કરી રહ્યો હતો ત્યારે  ઝડપાઈ ગયો હતો. હોળી-ધૂળેટીના તહેવાર માટે દારૂ શહેરમાં લાવવામાં આવ્યો હોવાની કબૂલાત તેણે આપી હતી.


ઝડપાયેલો  જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં કલાકાર  અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. સાથે તે કાર લે-વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ દારૂના ધંધામાં ભાગીદારી ધરાવે છે. ગુજરાતી ફિલ્મ કલાકાર અને લિસ્ટેડ બુટલેગર જય ઉર્ફે જયલો ભાણજી બારૈયા(ઉ. વ. ૩૨) તેની પત્ની મીનાક્ષી જયલો બારૈયા(ઉ. વ. ૩૨,(૨હે,આદર્શનગર સોસા, વરાછા,મૂળ રહે,દયાળ કોટડા,મહુવા, જી.ભાવનગર)સાથે અપટુડેટ તૈયાર થઈ કારમાં ચોરખાનું બનાવી દમણથી ૨.૮૬ લાખનો વિદેશી દારૂ લઈને આવ્યા હતા. દંપત્તિ કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે રવિપાર્ક સોસાયટી પાસે કાર પાર્ક કરી ટુ-વ્હીલર પર દારૂનું કાર્ટીગ કરતા હતા ત્યારે ત્રાટકેલી પોલીસના હાથે પકડાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News