અમેરિકામાં વધુ એક ગુજરાતી પરિવાર પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રીને ગોળી વાગતા બંનેના મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાના પિતા-પુત્રીની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ અમેરિકાના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક પિતા-પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી તરીકે થઈ છે. બંને તેમની દુકાનમાં હતા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કર્યો હતો. આ શખ્સે બંને પર ગોળીબાર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખ્સની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાવી છે. પોલીસે હત્યાના કારણો અંગે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જલ્દી જ હત્યાનું કારણ સામે આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરત: વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત, શર્ટથી ગળાફાંસો ખાધો
March 25, 2025 07:49 PMજામનગર: જૂનાગઢ મગફળી કૌભાંડ પર કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
March 25, 2025 06:26 PMજામનગર: સલાયા મથુરા આઈઓસીની પાઈપલાઈનમા લીકેજ, મોકડ્રીલ જાહેર
March 25, 2025 06:23 PMવાળંદની નવી સ્ટાઇલ, 15 કાતરથી કાપી રહ્યો છે વાળ! સોશિયલ મીડિયા પર થયો વાયરલ
March 25, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech