ગુજરાતી ભદ્રેશ પટેલ અમેરિકાના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં

  • April 13, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુનાઇટેડ સ્ટેટસના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એબીઆઈ)એ ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશ પટેલનું નામ પણ છે. એબીઆઈએ તેના પર અઢી લાખ ડોલરનું ઈનામ રાખ્યું છે. એફબીઆઈએ એકસ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ભદ્રેશ પટેલ ૨૦૧૫થી ફરાર છે જયારે તેણે મેરીલેન્ડ રાયના હેનોવરમાં ડંકિન ડોનટસ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે હત્યા કરી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, તે સમયે ભદ્રેશ પટેલની ઉમર ૨૪ વર્ષ હતી, તેણે રસોડામાં ચપ્પા વડે તેની ૨૧ વર્ષીય પત્નીના ચહેરો પર ઘા માર્યા હતા અને દુકાનના પાછળના રૂમમાં જયાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં પણ ઘણી વખત ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટના જે સમયે બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટનાસ્થળ પર હાજર હતા.

રિપોર્ટ અનુસાર હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા અને તપાસકર્તાઓ માનવું હતું કે ભદ્રેશની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યેા હતો. ઉલ્લેખનીય છે કે એબીઆઈ ભદ્રેશ પટેલને સશક્ર અને અત્યતં ખતરનાક ગુનેગાર માને છે.

એફબીઆઈએ અગાઉ ઈનામ જાહેર કયુ હતું
અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ જાહેર કયુ હતું. વર્ષ ૨૦૧૭માં માહિતી માટે ૧૦૦,૦૦૦ ડોલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તે હજી પણ ફરાર છે. એપ્રિલ ૨૦૧૫માં, ૨૪ વર્ષીય પટેલ અને તેની પત્ની પલક, ૨૧, ડંકિન ડોનટસ સ્ટોરમાં નાઈટ શિટમાં કામ કરતા હતા. ગુનાની રાતના સીસીટીવી ફટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ ગાયબ થતા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application