ગુજરાતને ઔધોગિક ક્ષેત્રે એ.આઈ હબ બનાવાશે

  • January 27, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગરના ગિટ સિટી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એ આઈ સેન્ટર નો પ્રારભં થયો છે આ સેન્ટરના પ્રારભં સમયે તેમણે ગુજરાતીમાં વકતવ્ય આપ્યું હતું અને માતૃભાષા પર ભાષા ભાર આપ્યો હતો અને ,જણાવ્યું હતું કે,આપણે ગુજરાતમાં બેઠાં છીએ તેવું લાગવું જોઈએ. ગુજરાતીમાં વકતવ્ય આપતાં આમંત્રિત તમામ મહેમાનો અને પ્રેસ મીડિયા મિત્રોને ગુજરાતી ભાષામાં આવકાર આપ્યો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજે જયારે સરકાર માતૃભાષા પર સરકાર ભાર મૂકે છે અને તમામ વિષયો માતૃભાષામાં તૈયાર કરવા પર વિચારણા કરી રહી છે. ત્યારે આપણે તો ગુજરાતમાં રહી ગુજરાતી જર બોલવું જોઈએ. મને કેટલાક લોકો એવી ફરિયાદ કરતાં હોય છે કે બહાર જઈએ ત્યારે અંગ્રેજી બોલવું પડે એટલે અમે અંગ્રેજી શીખીએ છીએ. પણ મને ખબર છે હત્પં ભારત બહાર ગયો છું મને કયાંય તકલીફ નથી પડી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. આજે ગુજરાતને ઔધોગિક ક્ષેત્રે એ.આઈ હબ બનાવવાનો પ્રયાસ હેઠળ આ એ.આઈ. સેન્ટર ઓફ એકસેલન્સની શઆત કરવામાં આવી રહી છે. આ પ્રકારના સતત નવા આયામો ગિટ સિટીમાં ઉમેરાતા રહ્યા છીએ.પીએમ મોદીના જે કહેવું તે કરવુંની કાર્યશૈલીના ઉદેશ્ય હેઠળ સાત મહિનામાં એ.આઈ. સેન્ટરની રચના થઈ.આજે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. અને જમાના સાથે તાલ મિલાવતા રાય સરકાર પણ એ.આઈ તકનીકને નાગરિકોને અસરકારક સુવિધા આપવા એ.આઈ. તકનીકનો લોકોના હિતમાં શકય તેટલો વધુ ઉપયોગ કરવામાં આવશે.માઈક્રોસોટ કંપની સાથે હાથ મિલાવી રાય સરકારે ગિટ સિટીમાં એ આઈ સેન્ટર ઓફ એકસેલન્સ ની સ્થાપના કરી .એ.આઈ તકનીકનો ઉપયોગ કૃષિ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર તેમજ મેડિકલ ક્ષેત્રમાં કરશે. રાય સરકાર દ્રારા ઉધોગો સાથે નાગરિકોને શ્રે સુવિધા આપવા તેમજ સેવાઓ પ્રદાન કરવા અને પાયાના સ્તરની સુવિધા પૂરી પાડવા એ.આઈ. ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application