ફાર્મર રજીસ્ટ્રીમાં ગુજરાત દેશભરમાં મોખરે, 50% થી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ

  • January 18, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી શરૂ થયેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ચૂકી છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.


આ પહેલ અંતર્ગત, ગુજરાતમાં ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા ૧૫ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકારનો લક્ષ્યાંક પી.એમ. કિસાન યોજનાના 66 લાખ જેટલા લાભાર્થી ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો છે. જેની સામે અત્યાર સુધીમાં 33 લાખથી વધુ ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે.


ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહક ગ્રાન્ટ:

ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ” તરીકે રૂ. 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. આ પહેલાં પણ જ્યારે ગુજરાતે 25 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હતી, ત્યારે કેન્દ્ર સરકારે રૂ.82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટનો ઉપયોગ રાજ્યના ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવશે, જેથી ખેડૂતોને વધુ લાભ મળી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application