મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારી ઉભી કરવામાં ગુજરાત દ્વિતીય ક્રમે

  • October 01, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વના ઘણા દેશો હજુ સુધી કોરોના મહામારીની અસરમાંથી બહાર આવ્યા નથી. પરંતુ ભારતની અર્થવ્યવસ્થા આમાંથી સંપૂર્ણપણે બહાર આવી ગઈ છે. સોમવારે જારી કરાયેલા એક સર્વે અનુસાર મેન્યુફેક્ચરિંગ સેક્ટર કોવિડ-19ની અસરમાંથી મહાદ અંશે બહાર આવી ગયું છે. તેનાથી રોજગારીની તકો ઉભી થઈ છે અને કામદારોની આવકમાં વધારો થયો છે.આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે રોજગારીની તકો ઉભી કરવામાં ગુજરાત દેશભરમાં દ્વિતીય ક્રમે છે જયારે ઉત્પાદન ક્ષેત્રે ગ્રોસ વેલ્યુ એડેડની દ્રષ્ટિએ મુખ્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર રહ્યું છે. ત્રીજા અને ચોથા ક્રમે યુપી અને તમિલનાડુ રાજ્યો આવ્યા છે.
દેશની અર્થવ્યવસ્થા કોરોના મહામારીની અસરમાંથી બહાર આવી છે અને ઝડપથી આગળ વધી રહી છે. સોમવારે જારી કરાયેલા એક સર્વે અનુસાર મેન્યુફેક્ચરિંગ સેક્ટર કોવિડ-19ની અસરમાંથી બહાર આવી ગયું છે. તેનાથી રોજગારીની તકો ઉભી થઈ છે અને કામદારોની આવકમાં વધારો થયો છે. નીતિ નિમર્તિાઓનું કહેવું છે કે આગામી મહિનાઓમાં એકંદરે આર્થિક વૃદ્ધિ ઝડપી બની શકે છે. નાણાકીય વર્ષ 2022-23 માટે વાર્ષિક સર્વેક્ષણ દશર્વિે છે કે ઉત્પાદન ક્ષેત્રે ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) 2021-22 ની સરખામણીમાં 2022-23 માં વર્તમાન ભાવે 7.4% વધ્યું હતું અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 21% નો વધારો થયો હતો. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે એએસઆઈ તરફથી સ્પષ્ટ છે કે 9%-10% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય છે. નિષ્ણાતો આ સર્વેમાંથી તેમના જીડીપી અનુમાનને સુધારી શકે છે. સર્વેક્ષણ દશર્વિે છે કે સેક્ટરે 2022-23માં મોટા ભાગના મુખ્ય આર્થિક પરિમાણો જેમ કે મૂડી રોકાણ, ઇનપુટ્સ, આઉટપુટ, જીવીએ, રોજગાર અને વેતન માટે વૃદ્ધિ જોવા મળી હતી.

પાંચ રાજ્યો રોજગાર આપવામાં નંબર 1
ટોચના પાંચ રાજ્યો 2022-23માં દેશના કુલ મેન્યુફેક્ચરિંગ રે ગ્રોસ વેલ્યુ એડેડ માં 54% કરતા વધુ યોગદાન આપે છે. પ્રદેશમાં વ્યક્તિઓની અનુમાનિત સંખ્યા 22.1 લાખથી પૂર્વ રોગચાળાના સ્તર (2018-19)ને વટાવી ગઈ છે. ગયા વર્ષની સરખામણીમાં સરેરાશ મહેનતાણું વધ્યું છે. 2021-22ની સરખામણીમાં 2022-23માં માથાદીઠ સરેરાશ મહેનતાણું 6.3% વધ્યું છે. ડેટા દશર્વિે છે કે સૌથી વધુ લોકોને રોજગારી આપતા ટોચના પાંચ રાજ્યોમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી અને કણર્ટિક છે. તેઓ વર્ષ 2022-23માં કુલ ઉત્પાદન રોજગારમાં લગભગ 55% યોગદાન આપે છે. 2022-23માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિના મુખ્ય ડ્રાઈવરો બેઝ મેટલ્સ, કોક અને રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ખાદ્ય ઉત્પાદનો, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો અને મોટર વાહનો જેવા ઉદ્યોગો હતા. ડેટા દશર્વિે છે કે આ ઉદ્યોગોએ મળીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કુલ ઉત્પાદનમાં 58% ફાળો આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News