અનુસૂચિત જાતિ–જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ મંત્રાલય વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવે છે. ૨૦૨૨ના ડેટા પર કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તાજેતરના અહેવાલમાં સામે આવ્યું છે કે, અનુસૂચિત જાતિઓ પર અત્યાચાર મામલે ગુજરાત ૧૨માં સ્થાને છે. ૨૦૨૨ના આંકડા અનુસાર, ગુજરાતમાં એસસી અત્યાચારના ૧,૨૧૪ કેસ નોંધાય હતા. યારે એસટી પર અત્યાચારના ૩૨૨ કેસ નોંધાયા હતા. અનુસૂચિત જાતિઓ પર અત્યાચારના નોંધાયેલા કેસોમાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બીજા અને ત્રીજા સ્થાને છે. આદિવાસી અત્યાચારના મામલામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન બીજા અને ત્રીજા ક્રમે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એસસી અત્યાચારના ૯૭.૭ ટકા કેસ દેશના ૧૩ રાયોમાં કેન્દ્રિત છે, યારે આદિવાસી અત્યાચારના લગભગ ૯૯ ટકા કેસ ૧૩ રાયોમાં કેન્દ્રિત છે.
રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં એસસી–એસટી એટ્રોસિટી એકટ હેઠળ કોર્ટમાંથી સજાના કેસમાં ઘટાડો થયો છે, યારે ૨૦૨૦માં આ આંકડો ૩૯.૨ ટકા હતો. રિપોર્ટમાં આ આંકડાને ચિંતાજનક ગણવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે, એસસી અત્યાચાર સંબંધિત ૬૦.૩૮ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, યારે ૧૪.૭૮ ટકા કેસમાં પોલીસે ખોટા દાવાઓ અથવા પુરાવાના અભાવને કારણે ફાઈનલ રિપોર્ટ (એફઆર) દાખલ કર્યેા હતો. એસટી સંબંધિત ૬૩.૩૨ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, યારે ૧૪.૭૧ ટકા કેસોમાં એફઆર દાખલ કરવામાં આવી હતી.
કાયદા હેઠળ, એસસીએસટી અત્યાચારના કેસોમાં ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના થવી જોઈએ. અહેવાલ દર્શાવે છે કે, ૧૪ રાયોના ૪૯૮ માંથી માત્ર ૧૯૪ જિલ્લાઓએ જ આ કેસોને ઝડપી બનાવવા માટે વિશેષ અદાલતો બનાવવામાં આવી છે.
કાયદા હેઠળ, રાય સરકારોએ દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારની સંભાવના ધરાવતા જિલ્લાઓની ચિન્હિત કરવાની જોગવાઈ છે. રિપોર્ટ અનુસાર, માત્ર ૧૦ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટીએસ)એ આવા જિલ્લાઓ અને વિસ્તારોને ઓળખી અને જાહેર કર્યા છે. અન્ય રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આવા સમસ્યાપ જિલ્લા હોવાનો ઇનકાર કર્યેા છે. તેમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે યાં દલિત અત્યાચારના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહેવાલમાં ચિન્હિત જિલ્લાઓમાં જાતિ આધારિત હિંસાની ઘટનાઓને કાબૂમાં લેવા અને સંવેદનશીલ સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. કાયદા હેઠળ, એસસી–એસટી અત્યાચારના નોંધાયેલા કેસોની દેખરેખ અને તકેદારી માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાય સ્તરીય સમિતિ છે, પરંતુ ૨૦૨૨માં બંન્ને રાયોમાં મુખ્યમંત્રીએ આ સમિતિની બેઠક યોજી ન હતી. બંને રાયોમાં એસસી–એસટી અત્યાચાર માટે સંવેદનશીલ જિલ્લાઓ અને વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં ૩૬૬૩ કેસોમાંથી માત્ર ૨૦૩ અને રાજસ્થાનમાં ૧૭૭૭ કેસમાંથી માત્ર ત્રણ કેસમાં ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવામાં આવી હતી જેમાં આરોપીઓને નિર્દેાષ જાહેર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech