સૌરાષ્ટ્ર્રના વિશાળ દરિયાકાંઠાને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાત સરકાર નવી છલાંગ લગાવવાની દિશામાં આગળ વધી રહી છે દેશના કુલ ઉત્પાદનના ૫૦% જેટલું ઉત્પાદન એકલા ગુજરાતમાં કરવાની દિશામાં સરકાર આગળ વધી રહયાના સંકેત મળી રહ્યા છે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં પોલીસી જાહેર કરવામાં આવશે.
ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાની ગુજરાત સરકારની પોલિસીને આખરી ઓપ અપાઇ રહ્યો છે, આગામી દિવસોમા તેની જાહેરાત કરાય એવી શકયતા છે. આ પોલિસીમાં ઉત્પાદકો માટે અનેક લાભ અને આકર્ષણો મૂકવામાં આવશે અને રાય સરકાર પણ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં દેશમાં અવ્વલ નંબરે આવવાનો સંકલ્પ ધરાવે છે.
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૫૦ લાખ મેટ્રીક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું લય નિર્ધારિત કયુ છે. આ પૈકી ગુજરાત સરકાર લગભગ ૫૦ ટકા જેટલું ઉત્પાદન કરવાની નેમ ધરાવે છે. ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરનારા ઉત્પાદકોને રાય સરકાર જમીન ફાળવણીમાં કેટલીક રાહત આપશે અને કરવેરા ભરવામાં પણ કેટલીક છૂટછાટ આપશે.
ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે જે પ્લાન્ટ આગામી ૫ વર્ષમાં ૫૦ ટકા ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરી લેશે અને આગામી ૮ વર્ષમાં ૧૦૦ ટકા ઉત્પાદનની ક્ષમતા કેળવી લેશે એવા રાજય સરકારના આ પ્રોજેકટ માટે જુદા જુદા લાભ અને આકર્ષણો લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે. ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શ થયા બાદના પ્રથમ પાંચ વર્ષ માટે કરવેરા ભરવામાં કેટલીક રાહતો અને છૂટછાટ આપવી તે નક્કી થઇ ગયું છે. ગ્રીન હાઇડ્રોજનની મદદથી ઊર્જાનું ઉત્પાદન કરવા રાય સરકારે આગામી પાંચ વર્ષ માટે . ૨ લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે.
ગત જાન્યુઆરી મહિનામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમ્યાન બે મોટી કંપનીઓએ ગ્રીન હાઇડ્રોજનની ઊર્જાનું ઉત્પાદન કરવા રાયમાં બે મોટા પ્લાન્ટ ઉભા કરવાની જાહેરાત કરી હતી. રાય સરકારની આ પોલિસીનું મુખ્ય ધ્યાન ઊર્જાનું ઉત્પાદન કરવા ઉપર હોઇ તેનાથી ઊર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં કામ કરતી નાની અને મધ્યમ કદની કંપનીઓને પણ પ્રોત્સાહન મળશે. રિન્યૂએબલ એનજીર્નેા ઉપયોગ કરી પાણીમાંથી ઓકિસજન અને હાઇડ્રોજન છૂટા પાડી હાઇડ્રોજનનું જે ઉત્પાદન થાય છે તેના માટે ગુજરાત સૌથી ફેવરિટ રાય ગણાય છે, કેમ કે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે જરી અને અનુકૂળ એવો ખૂબ મોટો દરિયા કિનારો ગુજરાતમાં આવેલો છે. જેનો લાભ લઇને રાય ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનના ક્ષેત્રમાં નવા વિક્રમ સ્થાપી શકે છે.
સોલર ફટોપ ની બાબતમાં ગુજરાત હાલ ટોચના સ્થાને છે અને વીન્ડ એનજીર્ના ઉત્પાદનમાં ૩૦ ગીગાવોટ સાથે ચાવીપ રાય તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાત દેશના ૫૦% થી વધુ ઉત્પાદનની દિશામાં આગળ વધી રહ્યું છે
ભારત સરકારની પોલીસીના આધારે રાજ્યમાં પોલિસી નિર્ધારણ
ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનની દિશામાં રાજ્ય સરકાર ગમે તે ઘડીએ પોલીસી જાહેર કરી શકે છે સચિવાલય સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની પોલીસીના આધારે જ રાજ્ય સરકાર પોલિસીનું નિમર્ણિ કરી રહી છે તેમ જ રાજ્યના પાંચ જિલ્લ ાઓમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનની દિશામાં જમીન આરક્ષિત રાખવામાં આવી છે.દેશના કુલ ઉત્પાદનના 50% જેટલું ઉત્પાદન એકલા ગુજરાતમાં થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ પેકેજ આપવામાં આવશે.
1.99 લાખ હેક્ટર જમીન પાંચ મુખ્ય ઔદ્યોગિક ગૃહો માટે નિર્ધારિત કરવામાં આવી
ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન મામલે ભારત મોટી છલાંગ લગાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ માટે ડ્રાફ્ટ જમીન ફાળવણી નીતિને મંજૂરી આપી છે. 1.99 લાખ હેક્ટરની જમીન પાંચ મુખ્ય ઔદ્યોગિક ગૃહો માટે નિર્ધિરિત કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ-ગ્રીન હાઇડ્રોજન મેન્યુફેક્ચરિંગમાં તેમના પ્રવેશને ધ્યાનમાં રાખીને, અન્ય પ્રોત્સાહનો ઉપરાંત અને ફાળવણી ટૂંક સમયમાં શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech