સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાતપાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ ૫૦ થી ૬૦ની માસિક બચત થશે
ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે.
ઊર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.
રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવે છે
વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર-૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઈ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. ૦૧-૧૦-૨૦૨૪થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો લાભ થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. ૨.૮૫થી ઘટાડીને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. આ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબર થી ડીસેમ્બર ૨૦૨૪ દરમ્યાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ ૧૧૨૦ કરોડનો લાભ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિવ્યાંગ-પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪ અંતર્ગત તા.૨૪ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે
February 04, 2025 01:35 PMજામનગરમાં ભગવાનશ્રી જગન્નાથજીનો ત્રણ દિવસીય વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
February 04, 2025 01:31 PMબેટ-દ્વારકાના યોગિત્યાનંદજીને કરાયા સન્માનિત
February 04, 2025 01:18 PMજામનગર પંથકમાં વાહનચોર ટોળકી સક્રિય : ત્રણ સ્થળે ચોરી
February 04, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech