HMPV વાયરસે ગુજરાતની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં બે મહિનાના બાળકનો HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ છે. રાજ્યમાં વિદેશથી આવનારા માટે હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV)ની એડવાઇઝરી જાહેર કરાશે. તેમજ RTPCR ટેસ્ટની કિટ ખરીદવા હોસ્પિટલોને સૂચના પણ આપી દીધી છે.
અમદાવાદની હોસ્પિટલને AMCએ નોટિસ ફટકારી
અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં સામે આવેલા 2 મહિનાના બાળકના HMPVના કેસ અંગે મોડી જાણ કરતા AMCએ હોસ્પિટલના સંચાલકોને નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે. 24 ડિસેમ્બરના રોજ બાળક દાખલ થયું હતું અને 26 ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઋષિકેશ પટેલે નિવેદન આપતાં કહ્યું હતું ,કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે. 2 માસની બાળકીનો કેસ ડિટેક્ટ થયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી. વાયરસની ઇન્ટેસિટી કેટલી છે એના આધારે ફોરેન ટૂરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરાશે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઇન આપશે એ પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કિટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો એવાં લક્ષણો આ વાયરસમાં છે. જે લક્ષણ હોય એની દવા થાય એ જ SOP છે. આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી. વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે.
આ વાયરસ 2001થી છે, હોસ્પિટલમાં જ ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરીશું
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ વાયરસ 2001થી છે, જૂનો વાયરસ છે. ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે. કોવિડ કરતાં માઈલ્ડ લક્ષણો છે. હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું.
અમદાવાદનું બાળક સંક્રમિત, તબિયત સ્થિર
HMPV વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે, જો કે, બાળકની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવા જેવું નથી, સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય એવાં લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે.
અમદાવાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરાશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું છે કે, આજે ગુજરાતમાં એક કેસ ડિટેક્ટ થયો છે. અન્ય રાજ્યમાં પણ આ કેસ ડિટેક્ટ થયો છે. અત્યારે કેસ છે તે બાળકોના છે. આ વાયરસની અસર બાળકો, સિનિયર સિટીઝન અને જેનામાં ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને થવાની શક્યતા છે. આ વાયરસ વર્ષો જૂનો છે. તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ ચોક્કસથી સતર્કતા અને ધ્યાન રાખવાની જરૂર છે. સિવિલમાં HMPV વાયરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે. બાળરોગ વિભાગને આ અંગે તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે.
રાજકોટમાં પણ આઇસોલેશન વોર્ડ ઊભો કરવા તૈયારી
જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ડૉ. મોનાલી માંકડિયાનાં જણાવ્યા મુજબ અત્યારસુધી રાજકોટમાં HMPV વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી અને રાજ્ય સરકાર તરફથી કોઈપણ ગાઈડલાઈન મળી નથી. છતાં આ અંગે આજે પીડિયાટ્રિક ડૉક્ટર્સ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગ બાદ ડૉક્ટર્સની સલાહ મુજબ એક આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવશે. હાલ જરૂરિયાત મુજબની તમામ દવાઓ સહિતનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે આ વાઇરસથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને નાનાં બાળકોનું વિશેષ ધ્યાન રાખવાની અપીલ પણ તેમણે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMરંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 07, 2025 10:59 PMરાજકોટ અને ભાવનગરના DDOની બદલી, સુરેન્દ્રનગર અને નડિયાદને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
January 07, 2025 09:11 PMઓખા દ્વારકા હાઇવે પર અકસ્માત, એક વ્યક્તિનુ મોત અને 3 ઈજાગ્રસ્ત
January 07, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech