ગુજરાત સરકારે જન્મ-મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 27મી ફેબ્રુઆરીથી નવા દર અમલી બન્યા છે. મૃત્યુના પ્રમાણપત્ર માટેની ફી રૂ.5થી વધારીને રૂ.20 કરવામાં આવી છે.જન્મના દાખલા માટે અગાઉની રૂ.10ની ફી વધારીને રૂ.50 કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર, 30 દિવસથી મોડી નોંધણી માટે લેટ ફી રૂ.10થી વધારીને રૂ.50 કરવામાં આવી છે. જેમાં એક વર્ષથી મોડી નોંધણી માટે રૂ.100ની ફી લાગશે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. પ્રમાણપત્રો હવે ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે. અગાઉ ‘નકલ’ શબ્દને બદલે હવે ‘પ્રમાણપત્ર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. ખોટી માહિતી આપનાર વ્યક્તિને રૂ.50થી રૂ.1000 સુધીનો દંડ થઈ શકે છે. જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને ધોળા દિવસે તારા આવી જાય તેટલી લાઈનો હોય છે. આ પરિસ્થિતિમાં સુધારો કરીને લોકોને ઓછી મુશ્કેલીમાં ઝડપથી દાખલા મળી જાય તેવી વ્યવસ્થા કરવાની લોકોને માગણી હતી. પરંતુ સરકારે તે માટે કોઈ વધારાની વ્યવસ્થા કરવાના બદલે તેની ફી માં જોરદાર વધારો કરી દીધો છે. લોકોમાંથી ઉઠેલા વિરોધનો સરકાર તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે ઘણા વર્ષોથી આ પ્રકારની ફીના દરમાં કોઈ વધારો કરાયો નથી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સામાન્ય વધારો કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech