રાજકોટ મહાનગરપાલિકા અને સેન્ટર ફોર એનવાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (સેપ્ટ) યુનિવર્સિટી–અમદાવાદ એકબીજાના સાથસહકાર સાથે રાજકોટમાં સેન્ટર ફોર એકસેલન્સ સ્થાપવાની દિશામાં સક્રિયપણે આગળ ધપી રહ્યા છે. સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.બરજોર મહેતા, ડીન ડો. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યાએ તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિ. કમિશનર આનદં પટેલની મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ફોર એકસેલન્સ કાર્યરત્ત કરવા બાબતે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા મુજબ આગામી મહિનામાં આ પ્રોજેકટ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને સેપ્ટ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે. શહેરી વિકાસની પ્રક્રિયામાં સેન્ટર ફોર એકસેલન્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને સંભવત: સમગ્ર ગુજરાતમાં આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ સ્થાનિક સ્વરાયની સંસ્થા બની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સેન્ટર ફોર એકસેલન્સની યોજના ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા મંત્રાલય દ્રારા દર્શાવેલ માર્ગદર્શિકાઓનુ પાલન કરતી પરિવર્તનકારી પહેલ છે. જે રાષ્ટ્ર્રીય ઉદેશ્યો સાથે સંરેખિત શહેરી આયોજન, કૌશલ્ય વિકાસ અને ડેટા મેનેજમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગ્રાહક–કેન્દ્રિત હબ તરીકે કાર્યરત સેન્ટર ફોર અકસેલન્સ અનન્ય ઉકેલો પ્રદાન કરવા, વ્યવસાયિક લાભો વધારવા અને સ્થાનિક સમુદાયમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે ઉપયોગી છે. માળખાકીય સુવિધાઓ, અર્બન મોબિલિટી, પબ્લિક હાઉસિંગ, એન્જીનિયરીંગ પ્લાનિંગ એન્ડ કો–ઓર્ડીનેશન, હેરિટેજ કલ્ચર એન્ડ રિક્રિએશન તથા અર્બન ડિઝાઈન એન્ડ રિફોર્મ વગેરે જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવનાર અર્બન પ્લાનિંગ સેલને ટેકનીકલી અને નોલેજની દ્રષ્ટ્રિએ સ્ટ્રેન્ધન કરવામાં સેન્ટર ફોર એકસેલન્સની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
સેન્ટર ફોર એકસેલન્સએ એક મજબૂત ડેટાબેઝનું નિર્માણ, વિગતવાર પ્રોજેકટ રિપોટર્સ અને ઇન્કયુબેશન સેન્ટરની સ્થાપના સહિત બહત્પપક્ષીય જવાબદારીઓ હાથ ધરશે. ડેટાબેઝ એક વ્યાપક ભંડાર તરીકે સેવા આપશે, જે શહેરી આયોજન અને સંબંધિત ડોમેન્સમાં જાણકારીસભર નિર્ણય લેવાની સુવિધા આપશે. ઇન્કયુબેશન સેન્ટર, એક મુખ્ય ઘટક, નવીનતા અને ઉધોગસાહસિક સાહસોને પ્રોત્સાહન આપશે. આ દ્રારા સેન્ટરનો ઉદ્દેશ્ય સ્ટાર્ટ અપ્સ માટે સહાયક ઇકો સિસ્ટમ બનાવવા તરફના પ્રયત્નોને ચેનલ કરવાનો છે, જેનાથી આર્થિક વૃદ્ધિ અને સ્થાનિક વિકાસમાં યોગદાન મળે. આ ઉપરાંત પ્રશિક્ષણ કાર્યક્રમો મોખરે રહેશે, જેમાં શહેરી આયોજનમાં વ્યકિતઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. નવી તકનિકો અને ઉધોગની શ્રે પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવશે. આ સંશોધન અને વિકાસ માટે સેન્ટરની પ્રતિબદ્ધતા એકીકૃત થાય છે, જેનો હેતુ નવીન ઉકેલો અને ટકાઉ વ્યવસાય દરખાસ્તોનો પ્રસાર કરવાનો છે. ઉન્નત કૌશલ્ય વિકાસ, સમૃદ્ધ નવીનતા, હોલેસ્ટિક ઇકો સિસ્ટમ અને અર્થપૂર્ણ સહયોગ જેવી અપેક્ષિત સિદ્ધિઓ સેન્ટર દ્રારા પ્રા થવાથી રાષ્ટ્ર્રીય સ્તરે પણ એક અભિન્ન ઓળખ પ્રાપ્ત થશે
અર્બન પ્લાનિંગ સેલની રચના
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૪–૨૦૨૫નાં બજેટમાં શહેરી વિકાસ સંબંધિત પ્રોજેકટસ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે અર્બન પ્લાનિંગ સેલની રચના કરવાનું નક્કી કરવામાં આવેલ તે અનુસંધાને ગત તા. ૧૫મી માર્ચનાં રોજ એક કાર્યપાલક ઇજનેર, એક આસિસ્ટન્ટ એન્જિનિયર, એક એડિ. આસિસ્ટન્ટ એન્જિનિયર તથા ત્રણ અર્બન પ્લાનર અને એક અર્બન ડીઝાઈનરને જવાબદારી સુપરત કરવામાં આવી હતી.
સેપ્ટની ટીમ દ્રારા સાઈટ વિઝીટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન અને સેપ્ટ યુનિવર્સિટીની ટીમ દ્રારા સ્માર્ટ સિટી વિકાસ પ્રોજેકટસની સાઈટ વિઝિટ પણ કરવામાં આવી હતી. સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.બરજોર મહેતા, ડીન ડો. મોના ઐય્યર અને પ્રો. બંદોપાધ્યા સાથેની આ મીટિંગમાં મ્યુનિ.કમિશનર આનદં પટેલ ઉપરાંત ડેપ્યુટી મ્યુનિ. કમિશનર નંદાણી ઉપસ્થિત હતાં
સેન્ટર ફોર એકસેલન્સના મુખ્ય હેતુઓ
– શૈક્ષણિક ઉન્નતિ: શહેરી વિકાસ વ્યાવસાયિકોની જરિયાતોને અનુપ અધતન શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવા અને તેના લાભ તેઓ સુધી પહોંચાડવા.–
– સહયોગી સંશોધન અને વિકાસ: શહેરી વિકાસલક્ષી મુદ્દાઓના યોગ્ય ઉકેલ લાવવા અને સાતત્યપૂર્ણ વિકાસ આગળ ધપાવવા માટે સંયુકત સંશોધન પહેલને પ્રોત્સાહન આપવું.
– નીતિ સંલતા: અસરકારક શહેરી નીતિઓને આકાર આપવા માટે નીતિ નિર્માતાઓ, હિતધારકો અને નિષ્ણાતો વચ્ચે સંવાદ અને સહયોગની સુવિધા.
– વ્યૂહાત્મક જ્ઞાન સેવાઓ: રાજકોટ મહાપાલિકાના નવા રચાયેલા શહેરી આયોજન સેલને શહેરી આયોજન પ્રોજેકટસ અને વ્યૂહાત્મક જ્ઞાન સહાયને વધારવા માટે નિષ્ણાત કન્સલ્ટન્સી પૂરી પાડવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech