ગુજરાતનું બજેટ રજૂ: વાઇબ્રન્ટ વિકાસની ગેરેન્ટી

  • February 02, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારભં થયા પછી આજે બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાઇબ્રન્ટ વિકાસની ગેરંટી જેવું સન ૨૦૨૪ –૨૫ નું અંદાજપત્ર ગૃહમાં રજૂ કયુ હતું. ગુજરાતના વિકાસના રોડ મેપની ઝલક દર્શાવતું આ બજેટનું કદ ગયા વર્ષની સરખામણીએ વધી ગયું છે અને બજેટનું કુલ કદ ૩ લાખ કરોડના અંકને પાર કરી ગયું છે.

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે અકબધં છે પરંતુ કનુભાઈ દેસાઈએ આજે ત્રીજી વખત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કયુ હતું અને તેમાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, વિધાર્થીઓ સહિત સમાજના જુદા જુદા વર્ગનો પૂરો ખ્યાલ રાખીને અનેક યોજનાઓ જાહેર કરી છે.
આજે રજુ કરાયેલા બજેટમાં વેરાના માળખામાં ખાસ કોઈ ફેરફાર કરાયો નથી પરંતુ લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક નવી યોજનાઓ તેમાં સમાવવામાં આવી છે. રામ મંદિરની પ્રતિા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ ગઈકાલે ગૃહમાં પ્રથમ દિવસે પસાર કરાયા પછી હવે અયોધ્યામાં ગુજરાત ભવનના નિર્માણ માટેની પણ યોજના હોવાનું જાણવા મળે છે.

સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી વખતે પૂર્ણ કદના બજેટના બદલે લેખાનુદાન પસાર કરવામાં આવતું હોય છે. ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી વખતે પૂર્ણ બજેટ રજૂ કરવાના બદલે ૧.૯૧ લાખ કરોડનું લેખાનુંદાન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જુલાઈ મહિનામાં આઠ માસનું પૂર્ણ બજેટ રજૂ કરાયું હતું. પરંતુ ગુજરાત સરકારે આજે પૂર્ણ બજેટ રજૂ કયુ છે. સામાન્ય રીતે બજેટ સત્ર તારીખ ૧૮ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન હોય છે. પરંતુ આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટ વહેલું રજૂ કરાયું છે.
૨૦૨૩ –૨૪ માં બજેટનું કદ ૩.૦૧ લાખ કરોડનું હતું તેમાં આ વખતે જંગી વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય શિક્ષણ ખેતીવાડી રસ્તા બ્રિજ પ્રવાસન સહિતના લગભગ તમામ મુદ્દાઓ બજેટમાં આવરી લેવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન પછીના આ બજેટમાં વિકાસના મામલે ગુજરાતનો રોડ મેપ નક્કી કરાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application