ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીના સફળ અમલીકરણમાં દેશનું અગ્રેસર રાજ્ય બન્યું

  • January 15, 2025 11:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2016 માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ “સ્ટાર્ટઅપ ઇન્ડિયા” પહેલને ગુજરાતમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો હતો. ગુજરાત સરકારે આ દિશામાં સક્રિયપણે કામ કરીને સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કર્યું છે, જેના પરિણામે આજે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે.


આજે પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિકો અને નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપ્સ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ દ્વારા આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા 08 જાન્યુઆરી 2025 સુધીમાં દેશમાં 1.50 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાંથી ગુજરાતમાં 12,779 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 33 ગણો વધારો થયો છે, જેમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4200 થી વધીને 154719 થઈ ગઈ છે. આ ઉપરાંત ભારત કુલ 118 યુનિકોર્ન સાથે સ્ટાર્ટઅપનું હબ બન્યું છે, અને સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ રૂ. 450 બિલિયન ડોલરથી વધુ થયું છે. હાલમાં દેશમાં 31 રાજ્યો સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવે છે.


ગુજરાતની સફળતાના મુખ્ય કારણોમાં સરકારની પ્રોત્સાહક નીતિઓ, ઉદ્યોગસાહસિકોને સહયોગ અને યોગ્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પરિણામો દર્શાવે છે કે ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application