દિવાળીના તહેવારોમાં સુરતથી વતનમાં જતા લોકોને તેમના ઘરે પહોંચાડવા સૌરાષ્ટ્ર્ર તેમજ ઉત્તર ગુજરાતના વધુ ટ્રાફિક રહેતા હોય તેવા ૧૬ ટ ઉપર ગુજરાત એસટી નિગમ દ્રારા તા.૨૬થી ૩૦ ઓકટોબર દરમિયાન ૨૨૦૦ એકસટ્રા બસ દોડવાશે.
ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દરરોજ ૮૦૦૦થી વધુ બસ મારફતે કુલ ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરને પોતાના સ્થળ સુધી પહોંચાડવાની સેવા પુરી પાડે છે. નિગમ વિવિધ વાર–તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં એકસટ્રા બસ સંચાલન કરી રાયની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર્ર પ્રદેશ અને તેમાં પણ અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી–વ્યવસાય અર્થે સ્થાયી થયા છે, જે દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર્રવાસીઓ તથા રાયની અન્ય જનતા માટે સુરતથી ખાસ એકસટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
નિગમના સુરત વિભાગ ધ્વારા તા.૨૬–૧૦–૨૦૨૪ થી તા.૩૦–૧૦–૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્ર્ર તરફના રત્ન કલાકારો, પંચમહાલ તરફના મુસાફરો, ઉત્તર ગુજરાતના મુસાફરો તથા મહારાષ્ટ્ર્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની ૨૨૦૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના અન્ય વિભાગો ધ્વારા પણ આ સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા બસ સર્વિસનું રાયના વિવિધ ટ ઉપર સંચાલન હાથ ધરવામાં આવનાર છે. નિગમ દ્રારા કરવામાં આવનાર એકસટ્રા સંચાલન અન્વયેની સર્વીસનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરટં ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી ન.ં ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech