ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતા રાજ્યના ઐતિહાસિક, ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળોની મુલાકાત સસ્તા ભાડેથી કરી શકે તે માટે ૭ દિવસના પાસની મન ફાવે ત્યાં ફરોની યોજના અમલી છે, ત્યારબાદ ૪ દિવસના પાસની મન ફાવે ત્યાં ફરોની યોજના પણ અમલી કરાઇ છે. મુસાફર બંને પૈકી કોઇ પણ યોજનાનો લાભ લઇ શકશે. હવે યોજના હેઠળ નોન એસી સ્લીપર કોચ, એસીકોચ અને વોલ્વોમાં પણ મુસાફરી કરી શકાય છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, મન ફાવે ત્યાં ફરો યોજના હેઠળ ૭ દિવસની યોજનામાં લોકલ, એક્સપ્રેસ અને ગુર્જરનગરી બસમાં પુખ્ત માટેનું ભાડું ૧૪૫૦ અને બાળક માટેનું ભાડું ૭૫૦ છે. લકઝરી, નોન એસી સ્લીપર કોચમાં પુખ્ત માટેનું ભાડું ૧૭૦૦ અને બાળક માટેનું ભાડું ૮૫૦ છે. એ.સી. સીટરમાં પુખ્ત માટેનું ભાડું ૩૩૫૦ અને બાળક માટેનું ભાડું ૧૬૭૫ છે. વોલ્વો સીટરમાં પુખ્ત માટેનું ભાડું ૫૧૦૦ અને બાળક માટેનું ભાડું ૨૫૫૦ છે. નોન એસી સ્લીપર કોચમાં બર્થ માટે રૂ.૮૦ વધારાનો ચાર્જ ભરવાનો રહેશે.
જ્યારે રાજકોટ એસટી બસપોર્ટના વર્તુળોએ જણાવ્યું હતું કે મન ફાવે ત્યાં ફરો યોજના હેઠળ ચાર દિવસની યોજના પણ અમલી છે તેમાં લોકલ, એક્સપ્રેસ અને ગુર્જરનગરી બસમાં પુખ્ત માટેનું ભાડું ૮૫૦ અને બાળક માટેનું ભાડું ૪૨૫ છે. લકઝરી, નોન એસી સ્લીપર કોચમાં પુખ્ત માટેનું ભાડું ૯૫૦ અને બાળક માટેનું ભાડું ૪૭૫ છે. એ.સી. સીટરમાં પુખ્ત માટેનું ભાડું ૧૯૫૦ અને બાળક માટેનું ભાડું ૯૭૫ છે. વોલ્વો સીટરમાં પુખ્ત માટેનું ભાડું ૨૯૫૦ અને બાળક માટેનું ભાડું ૧૪૭૫ છે. નોન એસી સ્લીપર કોચમાં બર્થ માટે રૂ.૮૦ વધારાનો ચાર્જ ભરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech