ગુજરાતના સિનિયર IPS અધિકારી અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપ્યાં બાદ હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાઓ છે. IPS અભય ચુડાસમા ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં હતા. તેઓ હાલ કરાઇ પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા, તેઓ 1998 બેચના IPS અધિકારી છે.
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે. અગાઉ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા ઉપસ્થિત રહી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. જો કે, તેઓ રાજનીતિમાં જોડાશે તેવી પણ અટકળો તેજ બની છે. જો કે, તેમને આ વાતનો છેદ ઉડાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી અભય ચુડાસમાને ફરીથી પોસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા અભય ચુડાસમાની ગાંધીનગરમાં ડીજી તરીકે નિમણૂક કરવામાં પણ આવી હતી. વિજિલન્સ સ્કવોડના એસપી તરીકેની સેવા પણ બજવી ચૂક્યા છે.
ચુડાસમાની નકલી એન્કાઉન્ટર કેસમાં 28 એપ્રિલ 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ચાર વર્ષની કાર્યવાહી બાદ 28 એપ્રિલ 2014ના રોજ મુંબઈની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી. અભય ચુડાસમા 6 મહિનાના જામીન બાદ અમદાવાદ પરત ફર્યા છે. તેઓ ત્રણ વર્ષ સુધી નડિયાદ (ગુજરાત)ની બિલોદરા જેલમાં કેદ હતા. આ પછી તે એક વર્ષ સુધી મુંબઈ સેન્ટ્રલ જેલમાં રહ્યાં હતા.
કોણ છે અભય ચુડાસમા?
અભય ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમણે બી.એસ.સી. પાસ કર્યા બાદ પ્રથમ પ્રયત્ને જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ નાની ઉંમરે અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટીંગ મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસસરા સાથે ઝઘડો થતા બદલો લેવા જમાઇએ તેની રિક્ષા ચોરી
February 05, 2025 03:13 PMશેરડીના ચિચોડાનું ભાડું બમણું: એસ્ટેટના ટેન્ડરનો ડખ્ખો ભાજપ કાયર્લિયે પહોંચ્યો
February 05, 2025 03:11 PMમ્યુનિ.બજેટમાંથી કરબોજ ન હટાવો તો જોયા જેવી; મેયરને વિપક્ષનું અલ્ટીમેટમ
February 05, 2025 03:09 PMક્રિપ્ટોમાં રોકાણના નામે પાંચ કરોડની છેતરપિંડી
February 05, 2025 03:05 PMશહેરમાં સફાઈ થાય છે, પણ સ્વચ્છતા દેખાતી ન હોય સ્ટાફની સામુહિક બદલી
February 05, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech