ગમે ત્યાંથી તમો ઓનલાઈન- વર્ચ્યુઅલ હાજરી આપી શકો તે છૂટછાટમાં અનેક વખત છેક સર્વોચ્ચ અદાલતને પણ અણગમા જેવા અનુભવ થયા છે. અદાલતનું ડેકોરમ-આમાન્ય- અને અદાલતી શિસ્ત એ સૌથી મહત્વનું છે પણ હાલમાં જ ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી સમયે બે વ્યક્તિઓમાં એક બીજા રૂમમાંથી અને બીજા બેડરૂમમાં સુતાસુતા વર્ચ્યુઅલ જોડાતા તેઓને મોટો દંડ ફટકારાયો હતો.
જે વ્યક્તિ વોશરૂમ કે શૌચાલયમાંથી અદાલતમાં લાઈવ થયો તેના પર રૂપિયા 2 લાખનો દંડ અને સામાજિક સજા ફટકારાઈ હતી. જે બેડમાં સુતા સુતા અદાલતમાં વર્ચ્યુઅલ જોડાયા હતા તેને પણ દંડ ફટકારાયો હતો. અદાલતે ટકોર કરી કે તમો મુવીનાઈટની માફક અદાલતને લઈ શકો નહીં.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમ.કે. ઠક્કરની અદાલતમાં એક કેસમાં ફરિયાદીના પુત્ર ધવલ પટેલને વર્ચ્યુઅલ નિહાળી અદાલતને જબરો ગુસ્સો આવ્યો તેમાં ‘યોગ્ય રીતે’ કે મર્યાદા વગરની સ્થિતિમાં જોવા મળ્યા તેનું કનેક્શન તુરંત જ કાપી નખાયું તો બીજી વખત તેઓ લેટ્રીનમાં હતા. ફરી તેનું કનેક્શન કાપીને તમામના આદેશ અપાયા હોવાના કોર્પોરેટ ગૃહમાં કામ કરતા આ વ્યક્તિના વર્તનથી ન્યાયમૂર્તિએ તે વર્તન ફક્ત અસ્વીકાર્ય જ નહીં પણ શરમજનક પણ ગણ્યું અને તેને રૂ.2 લાખનો દંડ કરાયો હતો. જે ધવલ પટેલે ભરી દીધો હતો.
જેમાં રૂ.50000 પાલડીના એક અનાથગૃહને અપાયા હતા. ઉપરાંત તેમને હાઈકોર્ટ કેમ્પસના બગીચાને સાફ કરવા અને વૃક્ષોને પાણી પાયાની બે સપ્તાહની સજા કરી હતી. જે રોજ આઠ કલાક સુધી કરવાની રહેશે જે પણ તેઓએ કરી હતી. ગત 13 ફેબ્રુઆરીના વામદેવ ગઢવી નામના એક અરજદાર પણ જસ્ટીસ ઠક્કરની અદાલતમાં બેડરૂમમાં સુતા હતા તે સમયે રજુ થયા તેના પર રૂ.25000નો દંડ થશે. ન્યાયમૂર્તિએ કહ્યું કે, ઓનલાઈન કે વર્ચ્યુઅલ રજૂ થવાની તક વિશાળ લોકહિતમાં આપવામાં આવી છે. પણ તેમાં અદાલતની આમાન્યા અને શિસ્ત જરૂરી છે. તમો મુવી જોતા હો તે રીતે સૂતા સૂતા અદાલતી કાર્યવાહી નિહાળી શકો નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી : સત્તત 7માં દિવસે કમોસમી વરસાદ
May 12, 2025 03:02 PMરાજકોટ : કમિશન એજન્ટો સાથે છેતરપિંડી કરનાર ઝડપાયા
May 12, 2025 03:02 PMક્રિકેટના કિંગ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી ‘વિરાટ’ સંન્યાસ
May 12, 2025 02:58 PMવેરો ભરો, કાર્યવાહીથી બચો : રાજકોટ મહાનગરપાલિકાની આખરી ચેતવણી
May 12, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech