ગુજરાત સરકારે રાજ્યની ઉર્જા સુરક્ષા માટે અનોખી પહેલ કરી દિધી છે. જેમાં રાજ્યના ઉર્જા ક્ષેત્રના ભવિષ્યને વેગ આપવા માટે GUVNL અને GMDC સાથે જોડાયા છે. ગુજરાત સરકારે રાજ્યની ઊર્જા સુરક્ષા માટે પહેલ કરી છે. રાજ્યની વીજ જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે છેલ્લા ૫ વર્ષો દરમિયાન ૬% થી વધુના વાર્ષિક દરે (CAGR) વધી રહ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૪૫૪૪ મેગાવોટની મહત્તમ વીજ માંગ નોંધાયેલ છે, જે CEA ના 20 EPS રિપોર્ટના અંદાજ મુજબ વર્ષ ૨૦૩૧- ૩૨ માં ૩૬૦૦૦ મેગાવોટ સુધી પહોચી શકે છે
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહયારા વિકાસ, નિવેશને પ્રોત્સાહન આપવાના અને દેશના ઉર્જા ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના વિચારોથી પ્રેરણા લઇ ગુજરાત સરકારે રાજ્યની ઊર્જા સુરક્ષા માટે પહેલ કરી છે. રાજ્યની વીજ જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે છેલ્લા ૫ વર્ષો દરમિયાન ૬% થી વધુના વાર્ષિક દરે (CAGR) વધી રહ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૪૫૪૪ મેગાવોટની મહત્તમ વીજ માંગ નોંધાયેલ છે, જે CEA ના 20 EPS રિપોર્ટના અંદાજ મુજબ વર્ષ ૨૦૩૧- ૩૨ માં ૩૬૦૦૦ મેગાવોટ સુધી પહોચી શકે છે. માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, માનનીય ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન અન્વયે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ તથા ઉદ્યોગ અને ખનીજ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે MoU કરેલ છે. માનનીય ઉર્જામંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમા તા. ૨૫.૦૬.૨૦૨૪ના રોજ MoU પર હસ્તાક્ષર કરેલ છે જે અન્વયે ઉર્જા અને ખનીજ વિભાગની કંપનીઓ; ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (GUVNL) અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GMDC) રાજ્યની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષાને સંબોધવા હાથ મેળવ્યા છે. વીજ એકમોની નવી ક્ષમતાઓ ઉમેરવા ઉપરાંત જૂના કાર્યરત વીજ મથકોને બદલવાની જરૂરિયાતને ધ્યાને લઇ, GUVNL અને GMDC ના શીર્સ નેતૃત્વએ સાથે મળી કોલસા અને લિગ્નાઈટ આધારિત વીજ મથકોના વિકાસ થકી રાજ્યની ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સહયોગ કર્યો છે. આ વ્યૂહાત્મક ભાગીદારી કોલસા અને લિગ્નાઈટના ઉપયોગથી ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટેનો એક સહયારો પ્રયાસ છે.
ઉર્જા અને નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, દ્વારા જણાવેલ કે “રાજ્યના ભવિષ્યની ઉર્જા જરૂરિયાતને સુનિશ્ચિત કરવાની દિશામાં આ MoU પરના હસ્તાક્ષર એક ઐતિહાસિક અને માર્ગસૂચક પગલું બની રહેશે. GUVNL અને GMDC નો આ લેન્ડમાર્ક એગ્રીમેન્ટ ઉર્જા શ્રેષ્ઠતા પ્રત્યે આપણા સહયારા સમર્પણનું પ્રતિક છે. સામુહિક સમજદારી અને વ્યુહાત્મક ભાગીદારી વડે બધાને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમે કટિબદ્ધ છીએ જેથી રાજ્યની સમૃદ્ધિ અને વૃદ્ધિ
થતી રહે. આત્મ-નિર્ભર અને વાઈબ્રન્ટ ગુજરાત દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ આપવાનું કામ કરશે. માઈનીંગ અને વીજ ક્ષેત્રમા નોંધનીય રોકાણ અને સકારાત્મક પરિણામો થકી ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત
કરવું એ આપણા પ્રયાસોમાં છે."
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના વિભાગો કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાની જરૂરિયાતને લઇ સજાગ છે અને સાથે સાથે બિન-પરંપરાગત વીજ સ્ત્રોતોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. પરંતુ, હયાત પગલાઓ રાજ્યની વધી રહેલી વીજ માંગ તથા લોડ બેલેન્સીંગમા અને પીક સમયગાળાની વીજ માંગને પહોચી વળવામાં ઉપયોગી બની રહેશે. GMDC, કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ રાજ્યની લિગ્નાઈટ ખાણોને વિકસાવવા માટે આ દિશામાં નોંધનીય પગલાઓ લઇ રહી છે. આ પહેલના ભાગરૂપે, ભારત સરકારે ઓડીશા રાજ્ય ખાતે સ્થિત બેત્રણી-પશ્ચિમ (જીલ્લો: અંગુલ) અને બુરાપહર (જીલ્લો: સુંદરગઢ) કોમર્શીયલ ખાણોની ફાળવણી કરેલ છે. બંને ખાણોમાં આશરે કુલ ૬૬૦ મીલીયન મેટ્રિક ટન કોલસાનો રીઝર્વ મેળવી શકાશે (જીઓલોજીકલ રીઝર્વ - ૧૭૦૦ મિલિયન મેટ્રિક ટન) જેના થકી ૪૪૦૦ મેગાવોટ ક્ષમતાના થર્મલ વીજ ઉત્પાદનને સહાય મળી રહેશે. તદુપરાંત, GMDC રાજ્યમાં સ્થિત લિગ્નાઈટ ખાણોને પણ કાર્યરત કરવાની પ્રક્રિયામાં છે જેના થકી વધુ ૧૨૫૦ મેગાવોટ લિગ્નાઇટ આધારિત વીજ સ્ત્રોતને સમર્થન મળી રહેશે. સદર પ્રયાસો રાજ્યના વીજ ગ્રાહકોને ૨૪*૭ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સ્પર્ધાત્મક અને વિશ્વસનીય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech