સશક્ત પ્રયાસો માટે આનંદદાયક ક્ષણ: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટેકનિકલ ગાઇડન્સ, લિન્કેજિસ અને ટ્રેનિંગ મેળવનાર સમી વિસ્તાર એફપીસીએ મંગળવારે સીઆઇઆઇની ઇવેન્ટમાં પુરસ્કારો જીત્યા
ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીએ એક મજબૂત સંગઠન તરીકે પોતાની આગવી ઓળખ મેળવીને પ્રતિષ્ઠિત સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ 2024માં એવોર્ડ જીત્યો હતો. ગુજરાતના પાટણની સમી વિસ્તાર એફપીઓને ‘માર્કેટ લિન્કેજિસ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલા અન્ય એફપીઓ - મહારાષ્ટ્રના નાંદેડની અમૃતાલયમ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીને 'વેલ્યુ એડિશન અને બ્રાન્ડિંગ' કેટેગરીમાં સન્માનિત કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાંથી વિવિધ એવોર્ડ કેટેગરી માટે 140 અરજદારો હતા અને 12 એફપીઓ વિજેતા બન્યા હતા.
સમી વિસ્તાર એફપીસીઃ ગુજરાતમાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનું આધુનિકીકરણ
નાબાર્ડની પીઓડીએફ યોજના હેઠળ બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા પ્રમોટ કરાયેલી સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની ગુજરાતના પાટણમાં કૃષિ વિકાસ માટે ગતિશીલતાનું ચાલક બળ બની છે. તેના પ્રારંભથી જ એફપીઓએ બજારની પહોંચને મજબૂત કરવામાં અને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. રિલાયન્સ ફાઉન્ડેશને નાણાકીય સંસાધનોની સુલભતા, બજાર જોડાણો ઊભા કરવા અને હવામાન, કિંમતો તથા પાકના સ્વાસ્થ્ય અંગે સમયસર સલાહ માર્ગદર્શન પૂરા પાડીને એફપીસીની કાર્યક્ષમતાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એફપીઓની વ્યૂહરચના ખરીદી અને વાજબી ચૂકવણી માટે એકત્રીકરણ, પ્રીમિયમ ઉત્પાદનની ખાતરી કરવા માટે ગુણવત્તા નિયંત્રણ અને ચણાદાળ, એરંડા અને જીરું જેવા પાકોના પ્રોસેસિંગ અને પેકેજિંગ દ્વારા ઉત્પાદનોના મૂલ્યવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એફપીઓ ખેડૂતોને આધુનિક તકનીકો અને બજારની આંતરદૃષ્ટિથી સજ્જ કરવા તેમની ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપીને ખરીદદારો અને નિકાસકારો સાથે બજાર જોડાણને મજબૂત બનાવે છે. એફપીઓના મુખ્ય કાર્યકર્તાઓની ટેકનિકલ અને વ્યવસ્થાપક ક્ષમતાના નિર્માણમાં રિલાયન્સ ફાઉન્ડેશનની તાલીમે એફપીસીને સ્વતંત્ર રીતે કામ કરવા સક્ષમ બનાવવાની સાથે સાથે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર સુધારો કરવાની ક્ષમતા કેળવવા તથા નાના ખેડૂતોને સારી બજાર તકો સાથે જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણીય ટકાઉપણાની ગતિવિધિઓ સાથે જોડી તેમનું સશક્તીકરણ કરવા માટે પણ સક્ષમ બનાવ્યા છે.
વેલ્યુ એડિશન અને માર્કેટ એક્સેસ બહેતર બનાવીને સમી વિસ્તાર એફપીસી ગુજરાતમાં એફપીઓ માટે એક રોલ મોડેલ બની છે, આમ તે સમુદાયની આગેવાની હેઠળના વિકાસ માટે નફાકારકતા વધારતાં સામૂહિક ખેતીની ભૂમિકા ચરિતાર્થ કરે છે.
સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ ખેડૂતોના સશક્તીકરણ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે એફપીઓના ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી કરે છે, જે દર્શાવે છે કે કેવી રીતે મજબૂત ખેડૂત આગેવાનીવાળા સમૂહો ટકાઉ કૃષિ વિકાસ માટે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકે છે.
સમાવિષ્ટ ગ્રામીણ અર્થતંત્ર માટેના યોગ્ય માર્ગદર્શન સાથે સામૂહિક પ્રયાસો કેવી રીતે કૃષિ સમુદાયોને બહેતર બનાવી શકે છે તે માટે આ પુરસ્કાર વિજેતા એફપીઓ પ્રેરણારૂપ છે. સમગ્ર ભારતમાં રિલાયન્સ ફાઉન્ડેશન નાના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આવા સંખ્યાબંધ એફપીઓને સક્ષમ બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ દેશની જેલમાં કેદીઓ ચાંદીનું કામ કરીને દર મહિને કમાય છે 3 લાખ રૂપિયા!
January 22, 2025 11:37 AMમહાપાલિકાઓ પાસેથી વર્ગ–૧–૨ના અધિકારીની ભરતીની સત્તા છિનવી લેવાઈ
January 22, 2025 11:35 AMનયારા એનર્જીએ મોબાઇલ હેલ્થ સર્વિસીઝનું ઉદ્ઘાટન કર્યું અને રેડિયોગ્રાફી ફેસિલિટીને અપગ્રેડ કરી
January 22, 2025 11:34 AMચાર હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થઈ: આયોગે સરકાર પર ઠીકરું ફોડયું
January 22, 2025 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech