અમદાવાદના ધોળકા નજીક એક વેરહાઉસમાં 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી મળતા ATSએ દરોડો પાડી અંદાજે 50 કરોડની કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું છે. આ જથ્થો અહીંથી આફ્રિકન કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવાનું આયોજન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતી ATSએ 24 જાન્યુઆરીએ ખંભાતમાંથી ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીમાંથી 107 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. ડ્રગ્સ સાથે 6 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી એક આરોપીની તપાસ દરમિયાન આરોપીએ ધોળકા ખાતે પણ 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો છૂપાવી રાખ્યાનું સામે આવ્યું હતું. જેના આધારે એટીએસએ ધોળકાની કંપનીમાં પણ રેડ કરી હતી. ત્યાંથી 500 કિલો ટ્રામાડોલ મળી આવ્યું છે. ATSએ ધોળકામાંથી 50 કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
ATSએ આરોપીની પૂછપરછ કરી ત્યારે મોટો ખુલાસો થયો હતો. રણજીત ડાભી નામના આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીએ ટ્રામાડોલ નામના 500 કિલોનો જથ્થો ધોળકાની એક ગોડાઉનમાં છુપાવી રાખ્યો હતો.જેના આધારે એટીએસએ ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉનમાં રેડ કરી હતી.રેડ દરમિયાન ગોડાઉનમાંથી 500 કિલો ડ્રામા ડોલનો જથ્થો મળી આવ્યો હતો.જેની કિંમત અંદાજિત 50 કરોડ રૂપિયા છે.ઉપરાંત આ પેકિંગ કરવા માટે 49,800 પેકિંગ બોક્સ અને પેકેજીંગ ફોઈલના 6 રોલ પણ મળી આવ્યા હતા. તમામ મુદ્દા દ્વારા કબજે કરવામાં આવ્યો છે.
છેલ્લા આઠ મહિનાથી ગોડાઉનમાં ટ્રામાડોલનો જથ્થો એકત્ર કરાતો હતો
ATS ની તપાસમાં સામે આવ્યું છે કે ટ્રામાડોલનો જથ્થો આફ્રિકન દેશોમાં મોકલવાનો હતો.આ જથ્થો પેક કરવા માટેના અલગ અલગ સામગ્રી પણ રાખવામાં આવી હતી .છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનમાં ટ્રામાડોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો.ગોડાઉનના માલિક કોણ છે અને અન્ય કોણ સંડાવાયેલું છે તેમાં મામલે હાલ તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech