જીલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા ૮મી ઓગસ્ટે ઔધોગિક એકમો માટે માર્ગદર્શન સેમીનાર

  • August 07, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જીલ્લા ઉધોગ કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ભાવનગર દ્વારા ઔધોગિક એકમોને સરકારની જુદી જુદી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન મળી શકે તે હેતુથી તા.૮-૮-૨૦૨૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે માર્ગદર્શન સેમીનારનું આયોજન ચેમ્બર હોલ (૩૧૫, સાગર કોમ્પ્લેક્સ, જશોનાથ સર્કલ, ભાવનગર) ખાતે કરવામાં આવેલ છે.
આ માર્ગદર્શન સેમીનારમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ  ૨૦૨૨, એમએસએમઈ કોમ્પીટીટીવ લીન સ્કીમ તથા ડીલે પેમેન્ટ સીસ્ટમ વિષે માર્ગદર્શન આપવામાં આવનાર છે. રસ ધરાવતા ઔધોગિક એકમોને આ સેમિનારનો લાભ લેવા અનુરોધ છે. રજીસ્ટ્રેશન માટે ચેમ્બર કાર્યાલય મો.નં. ૯૪૦૮૮૦૭૯૮૦ ઉપર તા.૭- ૮-૨૦૨૪ સુધીમાં સવારે ૧૨ થી ૫ દરમ્યાન સંપર્ક સાધવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application