સુરેન્દ્રનગરના દસાડા–પાટડી વચ્ચે રાજસ્થાન તરફથી કારમાં ઈંગ્લિશ દારૂ ભરી વાહન પસાર થવાનું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે વોચ ગોઠવી હતી. દરમિયાન કઠાળા પાસે ટ્રેલર પાછળ અથડાતા અકસ્માતમાં ગાંધીનગર એસએમસીના પીએસઆ જે.એમ. પઠાણનું મોત થયું હતું. યારે અન્ય બે પોલીસ કર્મીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અમદાવાદના જુહાપુરા ખાતે જે.એમ. પઠાણને ગાર્ડ ઓફ ઓનર આપી બાદમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
પ્રા વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ.પઠાણને સોમવારે સાંજે ચોક્કસ વાતની મળી હતી કે રાજસ્થાન તરફથી દા ભરેલી ક્રેટા કાર દસાડા હાઇવે પરથી પસાર થવાની છે જે બાતમીના આધારે ખાનગી કારમાં પીએસઆઇ પઠાણ તથા અન્ય સ્ટાફ હાઇવે પર કઠાડા ગામ પાસે રાત્રીના વોચમાં હતા. આ સમયે પોલીસ ચોક્કસ નંબરની ક્રેટા કાર પસાર થતા નાકાબંધી કરી રોકવાનો પ્રયાસ કર્યેા હતો. પરંતુ કારચાલકે કાર હંકારી મુકતા પીએસઆઇ પઠાણ તથા સ્ટાફે તેનો પીછો કર્યેા હતો. આ સમયે કારચાલક બાજુમાંથી પસાર થઈ રહેલા ટેલરની જમણી બાજુ ઝડપે પસાર થઈ ગયો હતો યારે પોલીસની કાર ટેલરના પાછળના ભાગે અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં પીએસઆઇ જાહિદખાન પઠાણ તથા અન્ય બે પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત (રહે અમદાવાદ) અને કૃષ્ણદેવસિંહ જાડેજા (રહે રાજકોટ)ને ઈજા થતાં સારવાર માટે વિરમગામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં પીએસઆઇ પઠાણને ગંભીર ઈજા થવા સબબ તેમનું મોત થયું હતું.
અકસ્માતમાં પીએસઆઇનું મોત થયાની જાણ થતા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિરલિ રાય, ડીએસપી કે.ટી.કામરીયા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે સુરેન્દ્રનગરના દસાડા પોલીસ મથકના સ્ટાફે હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ જાડેજાની ફરિયાદ પરથી ક્રેટા કારમાં જથ્થો લઈ જનારા બુટલેગર અને અજાણ્યા ટેલર ચાલક વિધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ અકસ્માતમાં પીએસઆઇના મોતની આ ઘટનાને લઇ પોલીસ મેળામાં શોક છવાઈ ગયો હતો
પી.એસ.આઈ જે.એમ.પઠાણને શ્રદ્ધાંજલિ પાઠવતા હર્ષ સંઘવી
દાબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને ગૃહ રાય મંત્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે, દુ:ખના આ સમયમાં રાય સરકાર અને ગુજરાત પોલીસ તેમની સાથે છે.સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા–પાટડી માર્ગ ઉપર કઠાળા ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ત્રણ ટીમો દા ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા માટે વોચ પર હતી તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી પી.એસ.આઈ જે.એમ.પઠાણને એક ટ્રેલર ચાલકે અડફેટે લઈ લીધા હતા. આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા ફોજદારને તાત્કાલિક એસ.એમ.સીની ટીમો સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન તેમને જીવ ગુમાવ્યો હતો.ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિ અધિકારી ગુમાવ્યા છે. આ અકસ્માતમાં દુ:ખદ અવસાન પામનાર જે.એમ.પઠાણના પરિવારમાં માતા– પિતા, પત્ની અને ૧૪ વર્ષીય દીકરી તથા ૭ વર્ષીય દીકરો એમ બે નાના સંતાનો છે. અવસાન પામેલા અધિકારીના પરિવારજનો પ્રત્યે ગૃહ રાય મંત્રી હર્ષ સંઘવીએ સંવેદના વ્યકત કરી સાંત્વના પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech